33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines પંચમહાલ : શહેરા તાલુકાના ઉમરપુર ગામે આવેલા છાત્રાલયના કમ્પાઉન્ડમાં હજારો સાઈકલો કાંટ...

પંચમહાલ : શહેરા તાલુકાના ઉમરપુર ગામે આવેલા છાત્રાલયના કમ્પાઉન્ડમાં હજારો સાઈકલો કાંટ ખાતી અવસ્થામા

0
87

શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઉમરપુર ગામે આવેલા નવનીત કુમાર છાત્રાયલ ખાતે લાખો રુપિયાની સાયકલો ધુળ ખાતી અવસ્થામા પડી રહી છે. વધુમા હાલમા ચોમાસુ હોવાથી પાણીના કારણે કાટ ખાઈ જવાની પરિસ્થિતી પણ ઉભી થાય છે. એકબાજુ સરકાર બેટી પઢાવોની મોટી મોટી વાતો કરે છે. તેમને સારુ શિક્ષણ મળી રહે તે માટેના પ્રયત્નો પણ કરે છે.સાથે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો પણ આપે છે. જેથી વિદ્યાર્થીનીઓ શાળાએ ઝડપથી પહોચી શકે. પણ આ છાત્રાલયના પ્રાગંણમા હજારોની સંખ્યામા સાયકલો પડી રહી છે. તેનુ વિતરણ થયુ નથી.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઉમરપુર ગાંમે આવેલા નવવીત કુમાર છાત્રાલય ખાતે સરસ્વતી સાધના હેઠળની સાયકલો પડી રહી છે. આ સાયકલો પર 2023ની સાલ લખેલી છે,હાલમા 2024 ચાલી રહ્યુ છે. આ સાયકલો શાળામા ભણતી વિદ્યાર્થીઓને આપવામા આવે છે. આ સાયકલો ત્રણ મહિનાથી આ અવસ્થામા પડી રહી છે. આ જગ્યા પર સાયકલનો કાચો માલ લાવીને આ જગ્યા પર ફીટીગ કરવામા આવ્યુ છે. આ મામલે તંત્રના અધિકારીઓ દ્વારા કહેવામા આવી રહ્યુ છે. 6000 સાયકલોની દરખાસ્ત કરવામા આવી છે. આ સાયકલો હજી હેન્ડ ઓવર કરવામા આવી નથી,હજી તે એજન્સીના કબજામા છે. અમને કબજો મળી જાય ત્યારે અમે વિતરણ કરી દઈશુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!