30.2 C
Gujarat
Sunday, August 23, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસાના લક્ષ્મી શોપિંગ સેન્ટરની 50 જેટલી દુકાનો જળસમાધિ, લાકોનું નુકસાન

અરવલ્લી : મોડાસાના લક્ષ્મી શોપિંગ સેન્ટરની 50 જેટલી દુકાનો જળસમાધિ, લાકોનું નુકસાન

0
221

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ ઘટી છે. મોડાસા શહેરમાં સૌથી વધારે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. મોડાસા શહેરના કોલેજ રોડ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટી તેમજ દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા.

બીજી બાજુ મોડાસા શહેરના જુના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લક્ષ્મી શોપિંગ સેન્ટર ની કેટલીય દુકાનો જળ સમાધિ થઈ છે. ગ્રાઉન્ડ ફ્લોર તેમજ બેઝમેન્ટની 50 જેટલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. ચાર દિવસથી પાણી ભરાઈ જતાં દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દુકાનદારોનું કહેવું છે કે, પાણી ભરાઈ જવાથી લાકો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. દુકાનદારોએ પોતાના પૈસાથી પાણી બહાર કાઢવાનો વારો આવ્યો હોવાનું દુકાદારોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!