શહેરા
શહેરાનગરથી વાયા નાંદરવા થી સાજીવાવ ચોકડી થઈ નાડા તરફ જતા રસ્તા પણ ખાડાઓ જોવા મળી રહ્યા છે. તેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ રસ્તાનુ વહેલી તકે સમારકામ કરવામા આવે તેવી માંગ જાગૃત નાગરિકો તરફથી કરવામા આવી રહી છે.
પંચમહાલ જીલ્લાનુ શહેરા નગર તાલુકા મથક સાથે વેપારી મથક પણ છે. શહેરાથી વાયા નાંદરવાથી નાડા તરફ જતા માર્ગ બિસ્માર થઈ જતા વાહનચાલકો તેમજ રાહદારીઓમા ભારે નારાજગી જોવા મળી રહી છે. સાથે આ રસ્તાનુ જલદી સમારકામ કરાવામા આવે તેવી માંગ નાગરિકો દ્વારા કરવામા આવી રહી છે. શહેરાનગરનો જોડતો આ મુખ્ય રસ્તો 10થી વધુ ગામડાઓને જોડે છે. ધંધાદારી વર્ગ નોકરીયાત શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. ત્યારે શહેરાથી વાયા નાંદરવા થઈ સાજીવાવ ચોકડી થી નાડા સુધી જતા રસ્તા પણ કેટલીક જગ્યાઓ ખાડાઓ જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓને કારણે કેટલીક વાર તો વાહનોના અકસ્માતો પણ થયાના બનાવો બન્યા છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા રોડ નુ સમારકામ કરી રિફ્રેશરીંગ કરવામા આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામા આવી રહી છે.





