32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines પંચમહાલ: શહેરાપંથકમા દશેરાપર્વની ધામધુમથી ઉજવણી,ચાંદલગઢ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતમાં શસ્ત્રપુજન કરાયુ

પંચમહાલ: શહેરાપંથકમા દશેરાપર્વની ધામધુમથી ઉજવણી,ચાંદલગઢ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતમાં શસ્ત્રપુજન કરાયુ

0
99

શહેરા,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા દશેરાના પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. જેમા શસ્ત્રપુજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ચાંદલગઢ ખાતે આવેલા ખોડિયાર મંદિર ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા શસ્ત્ર પુજન કરવામા આવ્યુ હતુ. જેમા તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.શહેરાનગર ખાતે દશેરા નિમિતે લોકોએ ફાફડા અને જલેબીની ખરીદી કરી હતી. આજનો દિવસ શુભ હોવાથી બાઈક સહિતના વાહનોની પણ ખરીદી કરી હતી.

પંચમહાલ જીલ્લાના શહેરા નગર અને તાલુકામા અસત્ય પર સત્યના વિજય સમા પર્વ એવા દશેરાની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે આવેલા ખોડીયાર માતાજીના સાનિધ્યમા વિજયાદશમીના પર્વની ઉજવણી કરવામા આવી હતી,આ નિમિત્તે શસ્ત્રપુજન કાર્યક્રમ મંદિર પરિસર ખાતે યોજાયો હતો. ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપુજન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, સરપંચો,કાર્યકર્તાઓ, તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરાનગરમા પણ દશેરા નિમિત્તે આવેલી ફરસાણની દુકાનો પણ સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. અને ફાફડા-જલેબીની ખરીદી કરીને જયાફત માણી હતી. ફાફડા અને જલેબીના ભાવમા આ વર્ષે વધારો જોવા મળ્યો હતો. દશેરાના દિવસે વાહન ખરીદી માટે ઉત્તમ મુહુર્ત હોય છે,આથી વાહનોના શો રુમ પર પણ બાઈક સહિતના વાહનોની ખરીદી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!