અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલ ના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ અદાલતો દ્વારા ઇસ્યુ થયેલ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ તથા ભરણ પોષણના સજા પામેલ આરોપીઓને વોરંટ આધારે પકડી પાડવા સુચના આધારે તેમને પકડી પાડવા સૂચના આપી હતી, જે આધારે છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા સજા વોરંટના આરોપીને પકડી માલપુર પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે.
અરવલ્લી જીલ્લાના માલપુર પોલીસ ઇન્સપેક્ટર કે.ડી.ગોહીલ તેમજ માલપુર પોલીસ સ્ટાફને અલગ અલગ સમયે આરોપીઓના સંભવિત આશ્રય સ્થાનો ચેક કરી મળી આવતા તેઓની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરવા સૂચના આપેલ હતી, જે આધારે માલપુર પોલીસની ટીમે જ્યુડી.મેજીફ.ક કોર્ટ માલપુરના સીસી ન. ૭૪૮/૨૦૧૫ નેગો એક્ટ ની કલમ ૧૩૮ મુજબના કામે સજા પામેલ વોરંટના આરોપી રામાજી રૂપાજી પાંડોર રહે.જાનકીપુરા(જુના સખવાણીયા) તા.માલપુર, જી.અરવલ્લી કે, જે છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. આરોપીને ઝડપી પાડવા પોલિસે કવાયત હાથ ધરી હતી, આ વચ્ચે આરોપી. પોતાના ઘરે આવ્યો હોવાની માહિતી મળતા , આરોપીને ઝડપી પાડી કોર્ટમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.





