28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ટૂ વ્હીલર પર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત, સરકારે...

ટૂ વ્હીલર પર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત, સરકારે જાહેર કર્યો પરિપત્ર

0
119

ગુજરાતમાં અકસ્માત ની ઘટનાઓ વધતા રાજ્ય સરકાર દ્વારા ટૂ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરતો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રનું સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે ફરજિયાતપણે કરવાનું રહેશે.  રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્રમાં નીચેની બાબતોનો સમાવેશ કરાયો છે.

રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતાં માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. આથી, રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી/સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજીયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે.

મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ મુજબ નિયમ-૧૨૯ હેઠળ, દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાથી, સરકારની પુખ્ત વિચારણાને અંતે રાજ્યની તમામ સરકારી કચેરીઓના પરિસરમાં દ્વિચક્રી વાહન મારફતે આવતા-જતા અધિકારીઓ-કર્મચારીઓ-સ્ટાફ માટે નીચે મુજબની સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.

  1. સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં દ્વિચક્રી વાહન (મોટર સાઈકલ, સ્કુટર વગેરે) પર આવતા-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ ફરજીયાતપણે, નિયત ધોરણસરનું હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે, અન્યથા તેઓને સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી શકાશે.
  2. આ સૂચનાઓના યોગ્ય અમલીકરણ માટે સંબંધિત કચેરીના વડાઓએ નિયંત્રણ હેઠળના સર્વે અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી સૂચના તથા તે અંગે ચકાસણી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રનો સરકારી બાબુઓ અમલ કરશે કે નહીં તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!