સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી છે, જોકે દિવાળી પછી, ખરીદીને લઇને ખેડૂતો દિવાળી કેવી રીતે ઉજવશે, તેવા સવાલો ઉઠવા લાગ્યા છે. સામાન્ય રીતે દિવાળી આવતા સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે બોનસ સહિતની જાહેરાતો કરતી હોય છે, જોકે ખેડૂતોને બોનસ તો નથી મળતું પણ, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરત કરી છે, તે દિવાળી પહેલા કરવામાં આવે તો, ખેડૂતો તહેવારો મનાવી શકે.
અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ મોડાસા તાલુકાના સિદ્ધપુર તેમજ ગારૂડી ગામે પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતોની વેદના સાંભળી હતી. ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો છે અને તેઓ ટેકાના ભાવે મગળીની ખરીદીની રાહ જોઈને બેઠા છે, જોકે સરકાર દ્વારા મગફળીની ખરીદી દિવાળી પછી કરવાની જાહેરાત કરી છે, જેને લઇને ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ અરવલ્લી જિલ્લા પ્રમુખે રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, હાલ, ખેડૂતો મગફળીનો પાક ઉતારી રહ્યા છે, તો કેટલીય, જગ્યાએ તૈયાર થયેલ મગફળી ખેડૂતોએ ઘરે લાવી દીધી છે,, આમ આદમી પાર્ટીએ શાબ્દિક પ્રહારો સાથે સવાલો કર્યા છે કે, મોટાભાગે મગફળી, તૈયાર થઈ ગઈ છે, તો દિવાળી પછી ખરીદી કેમ,,,,આ અંગે આમ આદમી પાર્ટી, પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણે, તિખી પ્રતિક્રિયા આપી હતી.





