27.9 C
Gujarat
Monday, August 31, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં એક જ દિવસમાં આગ ની બે ઘટના, કારમાં ભિષણ આગ...

અરવલ્લી જિલ્લામાં એક જ દિવસમાં આગ ની બે ઘટના, કારમાં ભિષણ આગ લાગતા ખાક

0

અરવલ્લી જિલ્લામાં એક જ દિવસમાં આગ લાગવાની બે ઘટનાઓ ઘટી… પહેલા ભિલોડા તાલુકાના મઉ ગામે એક રહેણાંક મકાન આગની ઝપેટમાં આવી ગયું,, તો બીજી બાજુ મોડાસા શહેરના માલપુ રોડ પર એક કારમાં ભિષણ આગ લાગી.

મોડાસા શહેરના માલપુર રોડ પર કાર આગ લાગવાની ઘટના બીજી ઘટના ઘટી હતી. સાંઈ મંદિર સામે આવેલા, પાર્થ ડુપ્લેક્ષમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં અચાનક આગ લાગવાનો કોલ મળતા જ , મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મોડાસા ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો. પાણીનો મારો ચલાવી, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મળવ્યો હતો. જોકે કાર બળીને ખાક થઈ ગઈ હતી, કારમાં આગ, કેવી રીતે લાગી, તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!