શ્રીમદ્ ભાગવત માનવજાતને ઈશ્વરીય નવધા ભક્તિ સાથે શ્રેષ્ઠ જીવન જીવવાની મહત્તા સમજાવે છે.
સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજી એ આજ રોજ હિંમતનગર તાલુકાના બાંખોર ગામે શ્રી બાંખોર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા બાંખોર ખાતે આયોજિત “શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ” માં ઉપસ્થિત રહી કથાનું રસપાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
પવિત્ર વ્યાસપીઠ પર બિરાજેલા જાણીતા કથાકાર પંકજદાદા વ્યાસ દ્વારા સૌ શ્રોતાજનોને આગવી સુંદર સંગીતમય શૈલીમાં કથાનું મધુર રસપાન કરાવ્યું.શ્રીમદ્ ભાગવત કથાનો અનેરો લ્હાવો લેનાર સર્વે ધર્મપ્રેમીઓનું જીવન મંગલમય રહે એવી પ્રાર્થના. સાથે માર્કેટયાર્ડ ડિરેક્ટરશ્રી રાજુભાઈ પંચાલ, પ્રફુલભાઈ વ્યાસ સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યાં