અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં ગુનો આચરી ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડી પાડવા પોલિસે વિશેષ ઝૂંબેશ શરૂ કરી છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને વધુ એક સફળતા મળી છે, જેમાં મોડાસા ટાઉન પોલિસ મથકે ધાડ કરવાના પ્રયાસનો ગુનો, તેમજ સાબરકાંઠા અને મહેસાણા મળીનુ કુલ 3 ગુનાના આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. આ સાથે જ અરવલ્લી અને રાજસ્થાન કોર્ટના કુલ 4 વોરંટમાં પણ આરોપી ફરાર હતી, જોકે પોલિસને આ વખતે ચકમો આપવામાં આરોપી થાપ ખઈ ગયો હતો.
સમાચારોની કોપી કરવી નહીં…
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈકાલી બારવાલ ની સૂચનાથી નાસતા – ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ સૂચના હતી, જેને લઇને અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ફરાર આરોપીઓને પકડવા કવાયત હાથ ધરાઈ હતી. અરવલ્લી જિલ્લા એલ.સી.બી. પીઆઈ એચ.પી.ગરાસીયા ના માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી. ટીમે બાતમીના આધારે અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિવિધ ગુનામાં સંડોલાયલ અને કાયમી ધરપકડના-૩ વોરંટોમાં નાસતા ફરતા આરોપી આરીફ ખયાલી મુલતાની રહે.ચાંદ ટેકરી, મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી ને ઝડપી પાડ્યો હતો.
સમાચારોની કોપી કરવી નહીં…
અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા આરોપી આરીફ ખયાલી મુલતાની સામે અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિવિધ પોલિસ મથકે ગુનો નોંધાયો હતો.
- મોડાસાટાઉન પોલિસ મથકે વર્ષ 2024માં આઈ.પી.સી. કલમ-૩૯૯,૧૧૪
- સાબરકાંઠા જીલ્લાના જાદર પોલિસ મથકે વર્ષ 2024માં આઈ.પી.સી. કલમ-૩૭૯,૪૬૮,૪૧,૧૪ જ્યારે
- મહેસાણા જીલ્લાના વિજાપુર પોલિસ મથકે વર્ષ 2024માં આઈ.પી.સી. કલમ-૩૭૯ મુજબના ગુના નોંધાયા હતા.
આ સાથે જ રાજસ્થાનના ચિતરી પોલિસ મથકે નોંધાયેલા આઈ.પી.સી કલમ-૪૫૭,૩૮૦ ના કામે કોર્ટની કોર્ટ મુદતોમાં ગેરહાજર રહેવાના કારણે સદર બન્ને ગુનાના વોરંટોમાં જ્યારે મોડાસા સેસન્સ કોર્ટની કોર્ટ મુદતોમાં ગેરહાજર રહેવાના કારણે સદર ગુનાના વોરંટમાં આરોપી ફરાર હતો. આરોપીને ઝડપી પાડવા માટે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે કવાયત હાથ ધરી હતી, ત્યારે બાતમી મળી હતી કે, આરોપી મોડાસાના હજીરા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્ષ નજીકથી પકડી પાડી, મોડાસા ટાઉન પોલિસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.