પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામ પાસે શહેરા વનવિભાગની ટીમ દ્વારા પેટ્રોલીગ દરમિયાન લીલા તાજા મહુડા ભરેલુ ટ્રેકટર ઝડપી પાડી ચાર લાખનો મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરા તાલુકામા આવેલા ગ્રામીણ વિસ્તારમાં બેરોકટોક પરવાના વગર લાકડાની હેરાફેરી થાય છે. આવા લાકડાચોરોની સામે વનવિભાગ દ્વારા લાલ આંખ કરવામા આવી છે.પંચમહાલના શહેરા વનવિભાગના આરએફઓ દ્વારા આપવામા આવેલી સુચના મુજબ શહેરા વનવિભાગની ટીમ શહેરા વિસ્તારમા પેટ્રોલીગમાં હતી તે સમયે વલ્લભપુર ચાર રસ્તા પાસે એક તાજા મહુડો કાઢેલુ ટ્રેકટર અટક કરી પાસ પરમિટ માગતા નહી હોવાથી શહેરા વનવિભાગની કચેરી ખાતે લાવી ચાર લાખનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી કરી છે.નોધનીય છે લાકડાની ગેરકાયદેરસર હેરાફેરી કરનારાઓ સામે લાલ આંખ કરતા ફફડાટ વ્યાપી ગયો છે.





