29.2 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લાને ઈન્ચાર્જ ડીડીઓ થી મુક્તિ મળી, ડીડીઓ તરીકે દીપેશ કેડિયાની નિમણૂક

અરવલ્લી જિલ્લાને ઈન્ચાર્જ ડીડીઓ થી મુક્તિ મળી, ડીડીઓ તરીકે દીપેશ કેડિયાની નિમણૂક

0
111

ગુજરાતમાં વધુ એક બદલીના આદેશ અપાયા છે. રાજ્ય સરકાર દ્વારા કુલ 68 IAS અધિકારીઓની બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં મોટા પાયે IAS અધિકારીઓની સરકારે બદલી કરી છે. રાજ્યના 4 IAS અધિકારીઓને પણ પ્રમોશન અપાયું છે. પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન અપાયું છે. જેમાં વિનોદ રાવ, એમ થેંનારસન, અનુપમ આનંદ અને મિલિંદ તોરવણેને પ્રમોશન અપાયું છે.

અરવલ્લી જિલ્લામા ઘણાં લાંબા સમયથી જિલ્લા વિકાસ અધિકારી ઈન્ચાર્જમાં હતા, ઈન્ચાર્જ અધિકારી તરીકે પ્રાયોજન અધિકારી દિપેશ કેડિયા ચાર્જમાં હતા ત્યારે રાજ્ય સરકારે આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે, જેમાં અરવલ્લી જિલ્લાને હવે ઈન્ચાર્જ ડીડીઓ થી મુક્તિ મળી છે. હવે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી તરીકે દિપેશ કેડિયા ચાર્જ સંભાળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!