30 C
Ahmedabad
Sunday, February 16, 2025

ગુજરાત : મુંબઈની કોલગર્લ સિમરન પાછળ ગાંધીધામના પરિણીત યુવકે,કરોડો રૂપિયા ઉડાડ્યા, હવે 15 હજારની નોકરી પર


કચ્છના ગાંધીધામનો પરણીત યુવક મુંબઈની સિમરન નામની યુવતી પાછળ પાગલ થયો હતો. આ પછી યુવકે મહિલાની ચાહમાં વર્ષ 2021થી 2023 દરમિયાન ટૂકડે ટૂકડે 5.58 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. જેને લઈને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસે યુવતી સહિત એક શખ્સ વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે

Advertisement

મુંબઈની ગણિકાને યુવકે ગાંધીધામ બોલાવવા પૈસા મોકલતો રહ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના ગાંધીધામનો 32 વર્ષીય યુવક વર્ષ 2020માં ફાયનાન્સના કામથી ત્રણ મિત્રો સાથે મુંબઈ ગયો હતો. જ્યાં તેની મુલાકાત સિમરન નામની ગણિકા સાથે થઈ હતી. આ પછી બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા હતા. જો કે, એક વર્ષ બાદ યુવક ફરી મુંબઈ જઈને સિમરનને મળે છે. ત્યારબાદ યુવક સિમરનના મોહમાં આવી જતાં તેને યુવતીને ગાંધીધામ બોલાવી હતી. પરંતુ સિમરને તેના કૈલાસ ગાયકવાડ નામના દલાલનો નંબર આપ્યો હતો.

Advertisement

ગાંધીધામના યુવક પાસેથી 5.58 કરોડ પડાવ્યા
યુવકે વાત કરતાં સિમરનને ગાંધીધામ આવવા માટે કૈલાસે 25 હજાર ચાર્જ ચૂકવવા કહ્યું તો યુવકે ઓનલાઈન માધ્યમથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જો કે, કૈલાસે કોવિડ અને વેક્સિનનું બાનું આપ્યું અને પછી ફરીથી જીએસટી અને મની ટ્રાન્સફરનો ચાર્જ કહીને યુવક પાસેથી વધુ 22 હજાર પડાવ્યા હતા. પરંતુ હજુ કૈલાસ સિમરનને ગાંધીધામ મોકતો ન હતો. અંતે યુવક મુંબઈ જાય છે, પણ ત્યાં કૈલાસ તેને મળતો નથી. જો કે, સિમરન અને કૈલાસને ખ્યાલ આવી જાય છે આ યુવક હવે પાગલ થઈ ગયો છે. જેથી કૈલાસે પોતાને પૈસાની જરૂર હોવાનું કહીને વર્ષ 2021થી 2023 દરમિયાન ટૂકડે ટૂકડે યુવક પાસેથી 5.58 કરોડ પડાવીને 50 વ્યક્તિના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા.

Advertisement

હવે કોલગર્લ પાછળ પાગલ યુવક 15 હજારની નોકરી કરી રહ્યો છે
મુંબઈની યુવતી પાછલ અંધ બનેલા યુવકે ટ્રક, જમીન વેંચી, મિત્ર, પરિચિતો સહિતના લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા અને સિમરન માટે કૈલાસ આપતો રહ્યો. અંતે હવે યુવકને 15 હજારે નોકરી કરવાનો વારો આવ્યો. યુવક હાલ ડિપ્રેશનની સ્થિતિમાં છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!