23 C
Ahmedabad
Saturday, February 15, 2025

ગુજરાતના 68 IAS અધિકારીઓની બદલીના આદેશ, રાજ્યના 4 IAS અધિકારીઓને મળ્યું પ્રમોશન


ગુજરાતમાં વધુ એક બદલીના આદેશ અપાયા છે. રાજ્ય સરકાર દ્વારા કુલ 68 IAS અધિકારીઓની બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં મોટા પાયે IAS અધિકારીઓની સરકારે બદલી કરી છે તેમાં અમદાવાદ અને ભાવનગર મનપાના કમિશનર બદલાયા છે. AMCના નવા કમિશનર બંછાનિધિ પાની બન્યા છે. જ્યારે BMC કમિશનરને અમદાવાદના કલેક્ટર બનાવાયા છે.

Advertisement

ગુજરાતના 68 IASની બદલી, રાજ્યના 4 IAS અધિકારીઓને પ્રમોશન અપાયા છે. બીજી બાજુ અમદાવાદ મનપાના કમિશ્નર બનાવાયા છે. જી હા.. અમદાવાદના નના મનપા કમિશ્નર બંછાનીધી પાનીને બનાવવામાં આવ્યા છે, જ્યારે અવંતિકા સિંઘને GACLના એમડીનો વધારાનો ચાર્જ સોંપાયો છે. એટલું જ નહીં, બીજા અનેક ધરખમ ફેરફાર કરાયા છે.

Advertisement

રાજ્યના 4 IAS અધિકારીઓને પણ પ્રમોશન અપાયું છે. પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન અપાયું છે. જેમાં વિનોદ રાવ, એમ થેંનારસન, અનુપમ આનંદ અને મિલિંદ તોરવણેને પ્રમોશન અપાયું છે.

Advertisement

આઈએએસ અધિકારીઓની બદલી અને બઢતીમાં મુખ્ય સચિવની નિવૃત્તિ પછી ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. પી સ્વરૂપ કમિશ્નર લેન્ડ રીફોર્મસમાંથી કમિશનર ઈન્ડસ્ટ્રીઝ તરીકે બદલી, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘને ગુજરાત આલ્કલાઈનની એમડી તરીકે વધારાનો ચાર્જ સોંપાયો છે. સરસ્વતી સાધનામાં સાયકલ ભંગાર થવાના મામલે કોટેજ ઇન્ડસ્ટ્રિઝના કમિશ્નર પ્રવિણ સોલંકી સાઈડલાઈન કરાયા છે. પ્રવિણ સોલંકીને મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટના ડિજી તરીકે મુકાયા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!