33.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી : કૂલ કિડઝ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ દ્વારા “ફૂડ ફેસ્ટિવલ” ઉજવવામાં...

અરવલ્લી : કૂલ કિડઝ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ દ્વારા “ફૂડ ફેસ્ટિવલ” ઉજવવામાં આવ્યો

0
189

મોડાસાની કૂલ કિડઝ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ એક અદભુત અને યાદગાર “ફૂડ ફેસ્ટિવલ”નું આયોજન કર્યું હતું . આ ફૂડ ફેસ્ટિવલ ઉદ્દેશ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના કૌશલ્ય અને શ્રમનૂં પણ પ્રદર્શન કરવાનો હતો.

આ પ્રસંગે મોડાસાના સામાજિક કાર્યકર ઈન ફેશન શો રૂમ ના માલિક બાબુભાઇ ઝાઝ નગરના જાણીતા કોર્પોરેટર લાલાભાઇ જેથરા અને સામાજીક કાર્યકર સમદભાઈ માનવા મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત શાળાના ટ્રસ્ટી યાસિર ભાઈ ખાનજી , શફીભાઈ કોટવાલ , ઇર્શાદભાઈ ભાઈ ટીંટોઇયા ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રંસગે લાલાભાઈ કોર્પોરેટર એ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠતા અને સકારાત્મક રીતે મૌલિકતાને પ્રોત્સાહિત કરી શકાય છે . જ્યારે સંસ્થાના પ્રમખ સરફરાઝ અબ્દુલ હમીદ ભાઈ ટીંટોઇયા એ વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે ફૂડ ફેસ્ટિવલ જેવી સહ અભ્યાસિક પ્રવુતિઓ નો હેતુ વિદ્યાર્થીઓ માં કોમ્યુનિકેશન , માર્કેટિંગ , પ્રોસેસીંગ અને પ્રોમોટિંગ સ્કિલ્સ નું ડેવેલપમેન્ટ કરવાનો છે .

“ફૂડ ફેસ્ટિવલ” માં કુલ 18 સ્ટોલ્સ મૂકવામાં આવ્યા હતા, જેનું ઉદઘાટન બાબુભાઇ ઝાઝ કોર્પોરેટર લાલાભાઇ અને સમદભાઈ માનવા દ્વારા કરવામાં આવ્યું હતું . જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી . દરેક સ્ટોલમાં વૈવિધ્યપૂર્ણ વાનગીઓ હતી, જે શહેરના લોકોએ ખૂબ વખાણી હતી . વિદ્યાર્થીઓ એ કચોરી , સમોસા , છોલે ફુલછા , પકોડા, પાણી પૂરી તેમજ મીઠાઈઓ જેવી વિવિધ વાનગીઓ ના સ્ટોલ્સ લગાવ્યા હતા.

આ પ્રંસગે ૧૦૦૦ થી વધુ લોકોએ મુલાકાત લીધી, જેમણે પરિપ્રેક્ષ્ય સારો અનુભવ મેળવ્યો અને આ વિશાળ ઈવેન્ટને સફળ બનાવ્યું. ફૂડ ફેસ્ટિવલ ને સફળ બનાવામાં શાળના આચાર્ય શબાના પહોચીયા અને શબનમ સૂફી , શાળા ના શિક્ષકો તેમજ શાળાના સેક્રેટરી આરીફભાઇ મેઘરેજી એ ભારે જેહમત ઉઠાવી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!