31.3 C
Gujarat
Wednesday, August 26, 2026
Home HeadLines લો…બોલો હવે તો હદ થઈ CIBIL સ્કોરે યુવકને લગ્નથી વંચિત રાખ્યો :...

લો…બોલો હવે તો હદ થઈ CIBIL સ્કોરે યુવકને લગ્નથી વંચિત રાખ્યો : યુવતીના પરિવારજનોએ CIBIL માટે તોડી નાખ્યો સંબંધ

0

મહારાષ્ટ્રના મૂર્તિજાપુરમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં વરરાજાના ઓછા CIBIL સ્કોર જોઈને છોકરીના પરિવારે લગ્નનો ઇનકાર કરી દીધો. જ્યારે પરિવારે વરરાજાની આર્થિક સ્થિતિ તપાસી તો જાણવા મળ્યું કે તેણે ઘણી બેંકોમાંથી લોન લીધી હતી. છોકરીના મામાએ કહ્યું કે તે એવા છોકરા સાથે લગ્ન કરી શકતી નથી જે આર્થિક રીતે અસલામતી ધરાવે છે

આજના સમયમાં કોન શું વિચારે છે, તેનો ખ્યાલ આવતો નથી. સાથે અત્યારે અનેક અજબ-ગજબ ઘટનાઓ બને છે. તાજેતરની એક એવી ઘટના છે, જે ખરેખર સાંભળીને હસવું આવે છે. સામાન્ય રીતે લોન લેવા માટે એક વસ્તુ ખૂબ જરૂરી છે, એ છે તમારો CIBIL સ્કોર (ક્રેડિટ સ્કોર). જો તે ઓછો હોય, તો તમારી લોન પાસ થતી નથી. પરંતુ આ ઘટનાને જોતા એવું લાગે છે કે હવે લગ્નમાં પણ CIBIL સ્કોર (ક્રેડિટ સ્કોર) જરૂરી થઈ ગયો છે.

મહારાષ્ટ્રના મૂર્તિજાપુરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં લગ્નના અંતિમ તબક્કામાં પહોંચેલી વાતો ફક્ત એટલા માટે તૂટી ગઈ કારણ કે વરરાજાનો CIBIL સ્કોર (ક્રેડિટ સ્કોર) ઓછો હતો. ખરેખર, મૂર્તિજાપુરના બે પરિવારો વચ્ચે લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરતા હતા અને બંને પરિવારો લગ્નની બાકીની વિધી માટે પણ સહમત હતા. લગ્ન નક્કી થવાના હતા ત્યારે જ છોકરીના મામાએ અચાનક છોકરાનો CIBIL સ્કોર જોવાની માંગ કરી.

CIBIL સ્કોર ઓછો જોઈને છોકરીના પરિવારે સંબંધ તોડી નાખ્યો
જ્યારે વરરાજાના CIBIL સ્કોરની તપાસ કરવામાં આવી ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રિપોર્ટમાં ખુલાસો થયો કે છોકરાએ ઘણી બેંકોમાંથી લોન લીધી હતી અને તેની આર્થિક સ્થિતિ મજબૂત નહોતી. આ જોઈને, છોકરીના મામા અને પરિવારે લગ્નનો ઇનકાર કરી દીધો. છોકરીના મામાએ કહ્યું, જો છોકરો પહેલેથી જ દેવામાં ડૂબેલો છે, તો આપણી દીકરીનું ભવિષ્ય કેવી રીતે અસુરક્ષિત હોઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!