34 C
Gujarat
Friday, August 28, 2026
Home HeadLines મંત્રીના પુત્રો સહિત ભાજપ યુવા મોરચાના પ્રમુખે મોપેડ ચાલકને ઢીબી નાખ્યાનો વીડિયો...

મંત્રીના પુત્રો સહિત ભાજપ યુવા મોરચાના પ્રમુખે મોપેડ ચાલકને ઢીબી નાખ્યાનો વીડિયો વાઈરલ, કેવી રીતે મામલો બિચક્યો ?

0

અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થા બિલકુલ કથળી છે, આ માત્ર પોલિસ અને લુખ્ખાતત્વોની જુગલબંધીને કારણે શક્ય બન્યું છે. મોડાસા ટાઉન પોલિસનો લગામ લુખ્ખાતત્વો પર રહ્યો નથી, જેને કારણે આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે. મારામારીની ઘટનામાં હવે મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારનો પુત્ર વિવાદમાં સપડાયો છે. ભાજપના નેતા અને મંત્રીના પુત્રએ કાયદો હાથમાં લેતા બાઇક સવાર એક શખ્સને ઢોર માર માર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

એક શખ્સને માર મારતો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારનો પુત્ર કિરણસિંહ અને રણજીત સિંહ તેમજ અરવલ્લી ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીષ પટેલ અને તેમના સાગરિતો દ્વારા એક યુવકને જાહેરમાં ઢોર માર મારી રહ્યાં છે તેમજ અપહરણનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં મોડાસાના ધારાસભ્યનો પુત્ર અને કેટલાક અન્ય શખ્સો એક કારમાં આવે છે અને પાછળથી આવતા બાઇક સવારને રોકીને તેને ઢોર માર મારવા લાગે છે. તે બાદ એક શખ્સ કારમાંથી બેટ અને લાકડી કાઢે છે અને યુવકને માર મારે છે. આ સાથે જ તેઓ ગાળો પણ બોલતા જોવા મળે છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં “તું મોટો ડોન થઇ ગયો છે” તેમ કહીને યુવકને કેટલાક શખ્સ ઢોર માર મારી રહ્યાં છે અને પછી ગાડીમાં યુવકના અપહરણનો પ્રયાસ કરી રહ્યાં છે. કયા કારણોસર ભાજપના નેતા અને મંત્રીપુત્ર સહિતના શખ્સોએ કાયદો હાથમાં લેવાની ફરજ પડી તે જાણી શકાયુ નથી.આ વાયરલ વીડિયોને લઇને હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી.

મંત્રીના પોત્રને મારમારવાથી વિવાદ વકર્યો !
વાત જાણે એમ છે કે, મંત્રીના પુત્ર કિરણસિંહના પુત્ર સાથે એક રિક્ષા ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, આ બોલાચાલી મોડાસાના માલપુર રોડ વિસ્તારમાં બની હતી, જ્યાં મામલો થાળે પડવાને બદલે, વિવાદ વકર્યો હતો અને મારામારી થઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, એક મંચુરિયન વેચતા પરપ્રાંતિય વ્યક્તિએ મંત્રી પૌત્રને માર માર્યો હતો, જેને લઇને આ વિવાદ વકર્યો હતો અને ત્યારબાદ મંત્રીના પુત્રોએ મંચુરિયન વિક્રેતાના મળતિયાઓને પણ ઢીબી નાખ્યા હતા, જેનો પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

આટલી મોટી ઘટના ઘટી હોવા છતાં, મોડાસા ટાઉન પોલિસના નાકમાં સાપ સૂંઘી ગયો હોય તેમ જોવા મળી હતી. મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તરામાં માલપુર રોડ પર થોડા મહિનાઓ પહેલા આ જ મંચુરિયન લારી ચાલક ને ત્યાં કોઈ કારણોસર લોકોનું ટોળુ ધસી આવ્યું હતું, અને ભારે બબાલ થઈ હતી, જેમાં બે પત્રકારો કવરેજ કરતા હતા, ત્યારે તેમની સાથે પણ આજ લોકોએ મારામારી કરી હતી, જે અંગે ટાઉન પોલિસ મથકે અરજી આપવા છતાં, પોલિસે કાર્યવાહી ન કરતા, આટલી મોટી ઘટના સર્જાઈ છે. મોડાસા ટાઉન પોલિસ માત્ર ચેપ્ટર કેસ અને સામ-સામે અરજી કરાવવામાં જ રસ દાખવતી હોય તેવું લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!