રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ કાયદો વ્યવસ્થાને કડક બનાવવા ગમે તેમ કરે પણ, ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના પાપે, ફરિયાદીનો મરો થતો હોય છે. રાજ્યના વિવિધ પોલિસ મથકે જ્યારે ફરિયાદી પહોંચે ત્યારે સાચે જ તેની પડખે પોલિસ ઊભી રહે છે ખરી, તે એક સવાલ છે. અરવલ્લી જિલ્લાના પોલિસ મથકો પર આવી જ સ્થિતિ નું નિર્માણ થયું છે. ભ્રષ્ટ અને લાલચુ અધિકારીઓ અને કર્મચારીઓ પહેલા તો ફરિયાદીને સાંભળવામાં રસ જ દાખવતા નથી, ત્યારબાદ આગળ-પાછળ ફેરવતા હોય છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન ની વાત કરીએ તો, કોઈપણ ઘટના કોઈ ફરિયાદી સાથે બને ત્યારે ફરિયાદી પોલિસ સ્ટેશન પહોંચે છે. ફરિયાદી સાથે જોર-જોરથી વાત કરીને તેને ડરાવાય છે. તેની વાત સાંભળવાને બદલે પૂછપરછ કરાય છે. કોણે માર્યો, કોણ છે તે, કેમ માર્યો વગેરે વગેરે… અને આરોપી પોલિસ સાથે મળેલો હોય, તો તેને ફોન કરવામાં આવે છે. ફરિયાદી જ્યારે ફરિયાદ માટે વાત કરે ત્યારે પહેલા તો સાદી અરજી કરવા માટે મીઠું દબાણ થાય છે. ત્યારબાદ કલાકો આગળ પાછળ ફેરવવામાં આવે છે, જેને કારણે ફરિયાદી કંટાળી જાય છે, જો કોઈ ફરિયાદી ફરિયાદ કરવા માટે મક્કમ હોય તો, તોનું મનોબળ તોળવા માટે નવા-નવા પેંતરા પોલિસ દ્વારા અપનાવાયા છે. જેમાં પોલિસ ફરિયાદીને કહેતી હોય છે કે, તમે ફરિયાદ કરશો તો, તમારી સામે પણ ફરિયાદ નોંધાશે. એટલે કે, સામ-સામે ફરિયાદની વાત અહીં પ્રસ્તાવ રૂપે મુકી દેવાય છે. આમ કરવાથી પોલિસને મલાઈ મળવાની શક્યતાઓ રહે છે.
પોલિસ ફરિયાદીનો સાથ આપવાને બદલે, તેનું મનોબળ તોડવાનો સંપૂર્ણપણ પર્યાસ કરે છે, જેથી ફરિયાદી ફરિયાદ કરવાનો નિર્ણય પરત લઈ શકે. સમગ્ર ઘટનાનો સારાંશ એ થાય કે, ફરિયાદી ભોગ પણ બને અને સમાધાન પણ કરાવી લેવા, આવા કિસ્સામાં આરોપી બચી જાય અને તેની હિંમત વધે. આવી ઘટનામાં ફરિયાદીને ન્યાય તો બાજુ પર રહ્યો અને બીજી વાર કોઈ વ્યક્તિ ફરિયાદ કરવાની હિંમત પણ ન દાખવે.
એક વાત સમાજાતી નથી
ભોગ બનનાર જ્યારે પોલિસ મથકે અરજી કરવા માટે જાય ત્યારે પોલિસ આરોપીનો સંપર્ક તુરંત કરી દેતા હોય છે. આવું કેમ થાય છે? એટલું જ નહીં જે વ્યક્તિ ખરેખર ભોગ બન્યો હોય, તે વ્યક્તિ પોલિસ મથકે અરજી કરીને ઘરે પરત ફરી જાય, ત્યારે તો કેટલીકવાર તેની સામે પણ પોલિસને અરજી મળી જતી હોય છે. અરવલ્લી જિલ્લા પોલિસ વડાએ સામ-સામે થયેલી અરજી અંગે તટસ્થપણ તપાસ કરવી જોઈએ, એટલું જ નહીં આવા તમામ લોકો સાથે વાતચીત કરવી જોઈએ, કારણ કે, આવા લોકો પાસેથી કંઈ ખંખેરવામાં તો નથી આવ્યું નથી?





