ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર પ્રેરિત મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન મંથ વિવિધ સ્કૂલ, કોલેજોમાં અલગ અલગ એક્ટિવિટી સાથે ઉજવ્યો છે. અરવલ્લી જિલ્લા કક્ષાની સ્પર્ધા મોડાસાના ભા.મા.શાહ હોલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ તેમાં બે સ્પર્ધાઓ રાખવામાં આવેલ એક સ્પર્ધા “વેસ્ટમાંથી બેસ્ટ મોડેલ” બનાવો કોમ્પિટિશન બીજી સ્પર્ધા “સ્વરચિત ગણિત વિજ્ઞાન ગીત” સ્પર્ધા યોજાઈ હતી.
અરવલ્લી જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓ માંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકની અધ્યક્ષતા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ગત વર્ષે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ વિજ્ઞાન પરિષદમાં રાજ્યકક્ષાએ સારો દેખાવ કરેલ તેવી સિદ્ધિ મેળવી હતી, તેમને કલેકટર સાહેબના હસ્તે ટ્રોફીઓ પણ આપવામાં આવી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, દિન પ્રતિદિન વિજ્ઞાન પ્રગતિ કરી રહ્યું છે અને તેમાં આપ બાળ વૈજ્ઞાનિકો પણ પ્રગતિ કરો અને આગળ વધો તેવી શુભકામના પાઠવી હતી.
મહિલા અને બાળ વિકાસ અધિકારી મન્સૂરી એ વિદ્યાર્થીઓને લગતી યોજનાઓ વિશે માહિતી આપી હતી. મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ એ બાળકોને વિજ્ઞાન દિવસની શુભકામનાઓ પાઠવી હતી. ડૉ.ઘનશ્યામભાઈ શાહ એ બાળકોને વિજ્ઞાનમાં રસસૃષ્ટિ વધે માટે વધારેમાં વધારે લોક વિજ્ઞાન કેન્દ્રનો સહયોગ મેળવે તેવું જણાવ્યું હતું. આ સાથે જ સામાજિક કાર્યકર્તા હેતલબેન પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા. વિવિધ તાલુકા માંથી બાળ વૈજ્ઞાનિકો તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકો એ ઉત્સાહભેર ભાગ લીધો. સંયોજક ચંદનબેનપટેલ એ સૌને હૃદયથી આવકાર્યા અને અભિનંદન પાઠવ્યા વેસ્ટ માંથી બેસ્ટ મોડેલ કોમ્પિટિશન સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ.હસમુખભાઈ ખરાડી, ડૉ.નિધીબેન અને યોગેશભાઈએ જેમત ઉઠાવી અને નિર્ણય જાહેર કર્યો, બીજી સ્પર્ધા સ્વરચિત ગીત કાવ્ય સ્પર્ધા ના નિર્ણાયક તરીકે ડૉ.ક્રિષ્નાબેન પટેલે મૂલ્યાંકન કર્યું તમામ નિર્ણાયક સર. પી. ટી. સાયન્સ કોલેજ ના પ્રોફેસર છે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેન્દ્રભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું, કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા ડૉ.આર.સી.મહેતા પરેશભાઈ મહેતાએ બાળકોને સર્ટિફિકેટ આપ્યા અને શુભકામનાઓ પાઠવી કાર્યક્રમની સફળતા બદલ સુભાષભાઈ શાહ અને ડૉ.સંજયભાઈ વેદિયા એ શુભકામનાઓ પાઠવી.





