29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોડાસા શહેરમાં અંગદાન જાગૃતિ રેલી યોજાઈ

અરવલ્લી : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોડાસા શહેરમાં અંગદાન જાગૃતિ રેલી યોજાઈ

0
92

અરવલ્લી જિલ્લના મોડાસા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિભાગ અને અગમ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે લોક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં મહિલાઓને તેમનું મહત્વ સમજાવતા સ્લોગન અને બેનર સાથે જાગૃત કરવામાં આવી. તો અગમ ફાઉન્ડેશન દ્વારા રેલીમાં અંગદાન એ જ મહાદાનને સમજાવતા સ્લોગન થી લોકને અંગદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી મહિલા સંસ્થાઓ શિવ શક્તિ મહિલા મંડળની મહિલાઓ સાથે અગમ ફાઉન્ડેશન ની મહિલાઓ દ્વારા મોડાસા શહેરમાં અંગદાન મહાદાન ની જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સાથે સામાજિક સંસ્થાઓમાં કામ કરતા સામાજિક કાર્યકરો કબીરપંથી મહંત બાલકદાસ જીવદયાપ્રેમી સામાજિક કાર્યકર નિલેશ જોષી રેડ ક્રોસ ચેરમેન ભરત પરમાર દિવ્યાંગો ક્ષેત્રે કામ કરતા અમિત કવિ સાથે મહિલા પીઆઈ એમએમ માલીવાડ. ડો દીપ્તિ બેન ઉપાધ્યાય જગદીશ પટેલ રેલીમાં હાજર રહી મહિલા રેલીને મહિલા દિનના મહત્વ માં બેટી બચાવો બેટી પઢાવો સાથે અંગદાન મહાદાન અંગદાન કેમ જરૂરી છે તેવું સૌ કાર્ય કરો એ સંબોધન કર્યું હતું આ કાર્યક્રમનું આયોજન અગમ ફાઉન્ડેશનના હેતલ પંડ્યા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું

જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, મહિલા અને બાળ અધિકારી હસીના મન્સુરી એ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું. લીઓ પોલીસ ચોકીથી મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!