27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ પંચમહાલ : શહેરાના ચલાલી ગામે હિન્દીભાષી લુંટારૂઓ રાત્રે ઘરમાં ઘુસ્યા, મહિલાના ગળા...

પંચમહાલ : શહેરાના ચલાલી ગામે હિન્દીભાષી લુંટારૂઓ રાત્રે ઘરમાં ઘુસ્યા, મહિલાના ગળા પર છરો મુકીને સોનાચાંદીના દાગીના સહિત રોકડ રકમની લુંટ કરી ફરાર

0
84

શહેરા

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ચલાલી ગામે અજાણ્યા હિન્દીભાષી લુંટારુઓએ ડીપી ફળિયામાં આવેલા એક મકાનમાં મોડી રાત્રે પ્રવેશીને મહિલાને બંધક બનાવીને ગળા પર છરો મુકીને જાનથી મારી નાખવાની ધમકી આપીને સોનાચાંદીના દાગીનાની લુંટ ચલાવી હતી.આ મામલે પરિવારજનોઓ સમગ્ર મામલાની જાણ શહેરા પોલીસને કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.લુંટારુઓમાં મહિલાઓ પણ હોવાનું જાણવા મળ્યુ છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ચલાલી ગામે આવેલા ડીપી ફળિયામાં અજાણ્યા લુટારુઓ અને મહિલાઓએ એક મકાનને નિશાન બનાવીને લુંટને અંજામ આપ્યો હતો. મકાન માલિક રેખાબેન બારિયા પોતાના ઘરમાં એકલા સુંઈ રહ્યા હતા ત્યારે રાતના સમયે કોઈ લોકોએ દરવાજો ખખડાવ્યો હતો. આથી રેખાબેનને એમ લાગ્યુ કે તેમના કોઈ ઓળખીતા હશે. દરવાજો ખોલતા અજાણ્યા લુંટારુઓ અને મહિલાઓ ઘરમાં પ્રવેશી હતી અને રેખાબેનના ગળા પર છરો મુકીને ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના કઢાવી લીધા હતા. અને ઘમકી આપી હતી. કે બુમાબુમ કરશે તો જાનથી મારી નાખીશુ.આ મામલે પરિવારજનો એ શહેરા પોલીસ મથકે જાણ કરી હતી.પીઆઈ અંકુર ચૌધરી સહિત સ્ટાફે લુંટની ઘટનાને મામલે તપાસમા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!