29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લા પોલિસે તૈયાર કરી 109 અસામાજિક તત્વોની યાદી, ગૃહ વિભાગે 100...

અરવલ્લી જિલ્લા પોલિસે તૈયાર કરી 109 અસામાજિક તત્વોની યાદી, ગૃહ વિભાગે 100 કલાકમાં યાદી તૈયાર કરવા કર્યો હતો આદેશ

0
131

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી અસામાજિક તત્વોનો આતંક જોવા મળતો હતો, જેને લઇને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલિસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં પોલિસ અધિકારીઓની ઉચ્ચ સ્તરિય બેઠક યોજી, રાજ્યના તમામ પોલિસ વડાનૈ તેમના જિલ્લામાં રહેતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ કર્યો હતો. આ માટે તમામ પોલિસ વડાને 100 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, જેથી અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલના આદેશથી જિલ્લામાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલા 109 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લા પોલિસ તંત્રએ 100 કલાકમાં 109 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી, રાજ્ય સરકારને મોકલી આફી છે. જિલ્લા પોલિસ તંત્રએ શરીર સંબંધી 33, બુટલેગર – 57 અને મિલકત સંબંધી 19 મળીને કુલ 109 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને ડી.જી. ઓફિસ ગાંધીનગર ખાતે મોકલી આપી છે.

થોડા દિવસે પહેલા અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો, ત્યારબાદ પોલિસ આવા તત્વોની સર્વિસ પણ કરી હતી, જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. હવે અરવલ્લી જિલ્લા પોલિસ તંત્રએ પણ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. હવે જોવું રહ્યું કે, આગળ શું કાર્યવાહી થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!