31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

પ્રાઈવેટ ગાડીઓમાં Govt. of Gujarat ના પાટિયા મારી રોલા પાડતા કાર ચાલકો દંડાયા, જાણો અરવલ્લી પોલિસે કેમ કરી કાર્યવાહી


અરવલ્લી જિલ્લા સેવા સદનમાં આવતી પ્રાઈવેટ ગાડીમાં Govt. of Gujarat લખેલ પાટિયા દૂર કરી પોલિસ
કેટલીક ગાડીમાંથી તો Govt. of Gujarat અને સંબંધિત વિભાગના એમ બે પાટિયા મળ્યા
Govt. of Gujarat લખેલા પાટિયા સાથેની ગાડી ચાલકો પણ દંડાયા
હવે રોલો પાડશો તો ગયા.. અરવલ્લી પોલિસ કરશે દંડ
વાહન ચાલકોને દંડ ફટકારતા, પોલિસ હેડક્વાર્ટરથી ભલામણના ફોન રણક્યા
ભલામણના ફોન આવતા ટ્રાફક પોલિસ અકળાઈ ગઈ….

રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા કડક આદેશ કર્યો હતો, જોકે અધિકારી કાર ચલાવતી વખતે શીટ બેલ્ટ લગાવવા માટે શરમ અુભવતા હતા અને ટુવ્હીલર પર હેલ્મેટ પહેરવાનું ટાળતા હતા. સમગ્ર બાબતે અરવલ્લી જિલ્લા પોલિસે ગંભીરતા દાખવી આવા વાહન ચાલકો સામે દંડનિય કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ સરકારી વિભાગોમાં ચાલતી ગાડીઓ પર કાર ચાલક Govt. of Gujarat લખીને પાટિયા મુકી દેતા હતા. Govt. of Gujarat ના પાટિયા મુકી રોલો પાડતા ડ્રાઈવરને પણ પોલિસે દંડ ફટકાર્યો હતો.

અરવલ્લી જિલ્લા પોલિસે બુધવારના દિવસે સવારે જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ પર આવતા જતાં વાહન ચાલતો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે કે નહીં તે અંગે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. અરવલ્લી જિલ્લા પોલસ વડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલિસની ટીમ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં કેટલાક ટુવ્હીલર ચાલકો હેલ્મેટ વિના જોવા મળ્યા હતા, જેમાં સામાન્ય નાગરિકો તેમજ સરકારી કર્મચારી શામેલ હતા. આ સાથે જ અધિકારી ન હોવ તેવી ગાડીઓ પર Govt. of Gujarat લખેલા પાટિયા મારી કાર ચાલકો જોવા મળ્યા હતા, જેઓના પાટિયા પણ પોલિસે કબજે કરી, દંડ ફટકાર્યો હતો. સામાન્ય રીતે સરકારના વિવિધ વિભાગોમાં ટેક્ષી પાર્સિંગની ગાડીઓ હોવી જોઈએ, તેના બદલ પ્રાઈવેટ ટેક્ષીઓ જોવા મળે છે, એટલું જ નહીં આવી ગાડીઓ પર Govt. of Gujarat લખેલું હોવાથી, કેટલીકવાર લોકોમાં કુતુહલ સર્જાતું હોય છે.

આ સાથે જ હેલ્મેટ વિના ટુવ્હિલર ચાલકોને પોલિસે દંડ ફટકારવાની કાર્યવાહી કરતા, અરવલ્લી જિલ્લા પોલિસ હેડક્વાર્ટરનો વાહન ચાલકો સંપર્ક કરતા હતા, કેટલાક કર્મચારીઓની ભલામણના પણ ફોન આવતા, ટ્રાફિક પોલિસ પણ અકળાઈ ગઈ હતી. અરવલ્લી જિલ્લા પોલિસ વડા આ બાબતે ગંભીરતા દાખવે અને ભલામણના ફોન બાબતે પણ જરૂરી ટકોર કરે તે જરૂરી છે, અન્યથા ટ્રાફિક પોલિસ કેવી રીતે કામગીરી કરશે ?

Govt. of Gujarat લખાણના પાટિયા સાથેની ગાડી ચાલકોને કેમ કર્યો દંડ?
થોડા સમય પહેલા મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારમાં Govt. of Gujarat લખેલી ગાડીમાંથી માંસનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાડી માં Govt. of Gujarat લખેલું પાટિયું મુકેલું હતું, જેમાં માંસનો જથ્થો હોવાની બાતમી પોલિસને મળી હતી અને પોલિસે કાર પકડી પાડી હતી. સમગ્ર મામલે પોલિસે કાર્યવાહી પણ કરી હતી.

હાલ રાજ્ય સરકાર કોઈપણ સંજોગોમાં સરકારની છવી ન ખરડાય તેવા પ્રયાસો કરી રહી છે, જેના ભાગરૂપે હવે પ્રાઈવેટ ગાડીમાં Govt. of Gujarat લખેલા પાટિયા મુકીને જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તે દૂર કરવાનો પણ પ્રયાસ કરતી હોય તેવું પણ સ્પષ્ટ લાગે છે. હાલ તો અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા Govt. of Gujarat લખેલા પાટિયા હટાવી દેતા, જિલ્લા સેવા સદનમાં પાર્કિંગ કરેલી કેટલીય ગાડીઓના ચાલકોએ પાટિયા દૂર કર્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!