29.2 C
Gujarat
Saturday, August 29, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ શામળાજીના કડવથ નજીક બ્રેઝા કારમાંથી 1.84 લાખના દારૂ સાથે...

અરવલ્લી : LCBએ શામળાજીના કડવથ નજીક બ્રેઝા કારમાંથી 1.84 લાખના દારૂ સાથે બુટલેગરને ઝડપ્યો

0

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની શખ્ત અમલવારી માટે દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે શામળાજી પોલીસને ઉંઘતી રાખી કડવથ ગામ નજીક એપ્રોચ રોડ પરથી બ્રેઝા કારમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવાના બુટલેગરના મનસૂબા પર પાણી રેડી દઈ કારમાંથી 1380 બોટલ દારૂ સાથે 6.89 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારચાલક રાજસ્થાની બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી એલસીબી પીઆઈ એચ.પી.ગરાસિયા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા રાજસ્થાનમાંથી બ્રેઝા કારમાં બુટલેગર વિદેશી દારૂ ભરી રતનપુર ચેકપોસ્ટ થઈ શામળાજી તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે હાઇવે અને કડવથ નજીક એપ્રોચ રોડ પર નાકાબંધી કરી દારૂ ભરેલી બ્રેઝા કાર સાથે વાલારામ પૂજારામ જાટ (રહે,આલપુર,રાજ)ને દબોચી લઇ કારમાંથી 1.84 લાખનો વિદેશી દારૂ સહિત 6.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર બુટલેગર નીતિન (ખેરવાડા-રાજ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!