અરવલ્લી જિલ્લામાં ધીરે ધીરે વિકાસલક્ષી કામગીરીની શરૂઆત થઈ હોય તેવું લાગે છે. મોડાસા નગર પાલિકા દ્વારા નવીન આઈકોનિક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નવીન આઈકોનિક રોડ નું મોડાસા નગર પાલિકાના પ્રમુખ નિરજ શેઠના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
મોડાસાના માલપુર રોડ ખાતે હવે આઇકોનીક રોડ બનશે, આ માટે ખાતમુર્હૂત કરવામાં આવ્યું. મોડાસા શહેરના વિવિધ માર્ગો પર વિકાસલક્ષી કાર્યો વચ્ચે એક નવા આઈકોનિક રોડ બનાવવાની દિશામાં કામગીરીની શરૂઆથ કરવામાં આવી છે, જેને મોડાસા નગર પાલિકાના પ્રમુખ નિરજ બી. શેઠ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ રોહિતભાઇ પટેલ, કારોબારી સમિતિ ચેરમેન અતુલભાઇ જોષી, બાંધકામ સમિતિના ચેરમેન પ્રિયંકભાઇ પટેલ, સેનેટરી સમિતિ ના ચેરમેન આશીષ ચૌધરી, પૂર્વ ઉપપ્રમુખ રાકેશભાઇ મહેતા, મહામંત્રી તારકભાઇ પટેલ, સહિત ભાજપના હોદ્દેદારો તેમજ પાલિકાના હોદ્દેદારો તેમજ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડની કામગીરી ચાલી રહી છે, તેમાં ઝડપ થાય અને લોકોને હાલાકીઓમાંથી મુક્તિ મળે તે પણ જરૂરી છે.





