33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સુરેન્દ્રનગર : લખતરમાં ખેડૂતોએ વરસાદની આગાહીથી કપાસની વાવણી કરી

સુરેન્દ્રનગર : લખતરમાં ખેડૂતોએ વરસાદની આગાહીથી કપાસની વાવણી કરી

0
29

સુરેન્દ્રનગરના લખતરમાં વરસાદની આગાહીથી ખેડૂતોએ જેઠ મહિનામાં બીટી કપાસનું વાવેતર શરૂ કર્યું. નર્મદા કેનાલના પાણીથી પિયતનો લાભ લઈ, ઉનાળુ પાક પછી ખેતરોમાં નવી વાવણી શરૂ.

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે આ વચ્ચે હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડી રહયો છે.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનાં લખતર પંથકમાં ખેડૂતોએ ઋતુના આ મિજાજને પારખી જેઠ મહીનાની શરૂઆતથી જ ખેડુતો દ્વારા પોતાના ખેતરોમાં કપાસના વાવેતરની આગોતરા શરૂઆત કરી દેવામાં આવી છે.પંથકના ખેડૂતો દ્વારા ખેતરોમાથી ઉનાળુ પાક લઈ લીધા બાદ ખેતરો ચોખ્ખા કરી,જેઠ મહિનાની શરૂઆત થતાં ખેડૂતો નવેસરથી વાવણીમા જોડાઇ ગયા છે.ચોમાસામા વરસાદ સારો થશે અને સારું ઉત્પાદન થવાની આશા સાથે હાલ પંથકના ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બીયારણ લાવી બીટી કપાસના વાવેતરની શરૂઆત કરી દેવામાં આવી છે.સાથે લખતર પંથકમાં નર્મદાના નીર પણ ખેડૂતોને પોતાના ખેતરોમાં પિયત માટે આશીર્વાદ સાબિત થઈ રહ્યા છે.જે ખેડૂતોના ખેતરો નજીકથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે તે ખેડૂતો બિટી કપાસના વાવેતર કરી નર્મદા કેનાલના પાણીનો પીયત માટે લાભ લઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!