33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાષ્ટ્રીય PM આંતર-રાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘની બેઠકમાં ભાગ લેશે

PM આંતર-રાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘની બેઠકમાં ભાગ લેશે

0
120

આંતર-રાષ્ટ્રીય હવાઈ પરિવહન શિખ સંમેલન ઉડ્ડયન ઉદ્યોગ સામે આવતા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં ઍરલાઈન ઉદ્યોગના અર્થતંત્ર, હવાઈ સંપર્ક અને નવિનતાનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આંતર-રાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘ- I.A.T.A.ની 81-મી વાર્ષિક સામાન્ય બેઠકમાં ઉપસ્થિત રહેશે. શ્રી મોદી લોકોને સંબોધિત પણ કરશે. ગઈકાલે શરૂ થયેલી બેઠક મંગળવારે પૂર્ણ થશે. આંતર-રાષ્ટ્રીય હવાઈ પરિવહન શિખ સંમેલન ઉડ્ડયન ઉદ્યોગ સામે આવતા

મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં ઍરલાઈન ઉદ્યોગના અર્થતંત્ર, હવાઈ સંપર્ક, ઊર્જા સુરક્ષા, ઉડ્ડયન ઈંધણ ઉત્પાદન, કાર્બન ડાયૉક્સાઈડ ઉત્સર્જન ઓછા

કરવાના પ્રયાસ માટે ભંડોળ અને નવિનતા વગેરે સામેલ છે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું, આ કાર્યક્રમ દરમિયાન વિશ્વભરના નેતા ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતના નોંધપાત્ર વિકાસ અને દેશના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાનના સાક્ષી બનશે. I.A.T.A.ની આ પહેલાની વાર્ષિક સામાન્ય બેઠક 42 વર્ષ પહેલા વર્ષ 1983માં યોજાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!