32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસા – સાયરા જતાં હવે વૈકલ્પિક રસ્તો પણ ધોવાય !!! ગરનાળાનું...

અરવલ્લી: મોડાસા – સાયરા જતાં હવે વૈકલ્પિક રસ્તો પણ ધોવાય !!! ગરનાળાનું કામ શરૂ થતાં અપાયું હતું ડાયવર્ઝન

0
78

અરવલ્લી જિલ્લામાં શનિવારના રોજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાડી જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જોવા મળી રહી છે, તો રોડ પણ ધવાઈ જવાના કિસ્સાઓ સામે આવ્યા છે. મોડાસા – સાયરા માર્ગ પર પાણીના નિકાલ માટે ગરનાળાનું કામ ચાલુ થતાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જોકે ડાયવર્ઝનનો રસ્તો પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે. અહીં ડાયવર્ઝનનું કામ પણ હલકી ગુણવત્તાનું કરવામાં આવ્યા હોવાની રાવ ઉઠવા પામી છે, જેને લઇને હવે ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે. ચોમાસાના સમયમાં આ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે પૂર્ણ ક્યારે થશે, તે યક્ષ પ્રશ્ન છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોડાસા થી સાયરા જવાનો એકમાત્ર મુખ્યમાર્ગ છે, જેનો ઉપોયગ સાયરા, મોરા તેમજ વણિયાદ અને આગળ રેલ્લાવાડા જવા માટે વાહન ચાલકો કરતા હોય છે. અહીં ચેકડેમનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેને લઇને વાહનચાલકોને હાલાકીઓ ન પડે, તે માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું,જોકે ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણી આવતા, ડાયવર્ઝનનો રસ્તો પણ ધોવાઈ ગયો છે, જેને લઇને સ્થાનિક લોકોને હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રજા અને ચૂંટણીને કારણે હવે પ્રજાને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ ક્યારે આવશે, તે સવાલ છે. અરવલ્લી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધોવાયેલા રસ્તાનું સમારકામ સત્વરે થાય, તેવી માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!