રાજ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવી હતી,, ત્યારે અરવલ્લીની ગિરિકંદરાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાની રથયાત્રા પણ યોજવામાં આવી હતી.. શામળાજી ખાતે ભગવાન શામળિયાની રથયાત્રા મંદિર પરિસરમાં યોજવામાં આવી હતી.. દરવર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી માહોલ વચ્ચે રથયાત્રા યોજાઈ હતી.. ભગવાન શામળિયા નગરચર્યાએ નિકળતા, ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા… શામળિયાના લાલજી સ્વરૂપના દર્શન કરીને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો… ભગવાન શામળિયાને ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા,,, અને મંદિર પપરિસમાં પાંચ પ્રદક્ષિણા પૂર્ણ કરવામાં આવી હતી…. રથયાત્રાને લઇને વરૂણદેવ પણ મહેરબાન થયા હતા,, અને અમીછાંટા વરસાવ્યા હતા,, જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી… શામળાજી મંદિર પરિસરમાં યોજાયેલી રથયાત્રાને લઇને, મંદિર પરિસર જય શામળિયા, જય જગન્નાથના નાદજી ગુંજી ઉઠ્યું હતું…






