37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી: પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ,ગુજેરી આંગણવાડીની સમસ્યા ઉકેલવામાં તંત્ર નિષ્ફળ...

અરવલ્લી: પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ,ગુજેરી આંગણવાડીની સમસ્યા ઉકેલવામાં તંત્ર નિષ્ફળ !!! બાળકોનો શું વાંક ?

0
118

ધનસુરાના નાની ગુજેરી ગામે આંગવાડી ગામનો મુદ્દો વૈશ્વિક કે રાષ્ટ્રીય ?
નેતાઓ તો વોટ બેંક માટે મુદ્દો ઉકેલતા નથી પણ આઈ.એ.એસ. અધિકારઓ કેમ રસ નથી દાખવતા ?
આમાં બાળકોનો શું વાંક ?
બાળકો સુધી સરકાર ના લાભો પહોંચાડાય છે કે નહીં ?
પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર ના ગામ નજીકનો મુદ્દો અને મંત્રી ભિખુસિંહના મતવિસ્તારનો મુદ્દો છે છતાં, આવું કેમ?
શું ગ્રામજનોને સમજાવવામાં કોઈ રસ કેમ નથી દાખવતું?

લોકોની સમસ્યા કેવી રીતે ઉકેલાય, તે માટે આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. જેવા ઉચ્ચ અધિકારીઓની સરકાર નિમણૂક કરે છે. આ અધિકારીઓ એટલા માટે હોય છે કે, ગમે તેવી પરિસ્થિતિ સર્જાય, તો તેનું નિરાકરણ લાવે અને બધુ પાટા પર આવી જાય. પણ કોઈ પરિસ્થિતિનું નિરાકરણ કોઈ ન લાવે અથવા તો નિરાકરણ ન લાવવા માટે રસ ન દાખવે તો શું સમજવું ? આવી જ સ્થિતિ અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહી છે. ધનસુરા તાલુકાના નાની ગુજેરી ગામે આંગણવાડીનો વિવાદ ગણા વર્ષોથી ચાલી રહ્યો છે, જેને લઇને બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતા લાભો નથી મળતા.

વાત જાણે એમ છે કે, થોડા વર્ષો પહેલા આંગણવાડી ની ભરતી થઈ હતી, જેમાં મહિલાની નિમણૂંક કરવામાં આવી હતી, જોકે નાની ગુજેરીની મહિલાઓની નિમણૂક ન થઈ, અને સરકારના નિયમ મુજબ અને કેટલાક વાંધા સાથે તેમની અરજી નામંજૂર કરવામાં આવી હોવાનો આક્ષોપો ઉઠ્યા હતા. બસ આ જ મુદ્દાને લઇને વિવાદ વકર્યો છે. વિવાદ એટલી હદે વકર્યો છે કે, જે કર્મચારીની નિમણૂંક કરવામાં આવી છે તેઓ રોજ આંગણવાડીમાં હાજર થાય છે, પણ ત્યાં કોઈ બાળક પહોંચતા નથી. ગ્રામજનોએ નક્કી કર્યું હતું કે, તેઓ પોતાના ખર્ચે ખાનગી રીતે તેમના બાળકોને ભણાવશે.

આવી સ્થિતિ છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે. નાની ગુજેરી ગામે આ વિવાદ થોભવાનું નામ નથી લેતો અને બાળકોને સરકારી રીતે શિક્ષણ અને પોષમ જેવી યોજનાનો લાભ નથી મળતો. અધિકારીઓ આ મુદ્દાના નિરાકરણ માટે આગળ નથી આવતા અને નેતાઓ પોતાની વોટબેંક માટે આ મુદ્દાને મુદ્દો સમજતા નથી. અહીં અધિકારીઓ કેમ આગળ નથી આવતા, તે પણ એક સવાલ છે. મોટી – મોટી બબાલો થાય તો પણ નિરાકરણ આવી જાય છે, તો આવો સામાન્ય મુદ્દો ઉકેલવામાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર કેમ સફળ નથી થતું તે સવાલ છે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓએ બીજા કોઈને નહં પણ નાના ભૂલકાઓનો વિચાર કરવો જોઈએ. આ મુદ્દો વૈશ્વિક તો નથી કે, સ્થાનિક આઈ.એ.એસ. અધિકારીઓથી ઉકેલ ન થાય !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!