31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines Mera Gujarat Impact : અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગે મોતીપુરામાં દવાનો છંટકાવ કર્યો

Mera Gujarat Impact : અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગે મોતીપુરામાં દવાનો છંટકાવ કર્યો

0
57

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પછી ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ ખૂબ જ દયનિય બની હતી, ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયા હતા. આવી સ્થિતિમાં રોગચાળો ફેલાવાની દહેશત હતી. ખાસ કરીને મોડાસા તાલુકાના મોતીપુરા ગામે તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ થતાં, ગામમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારબાદ કેટલાક વિભાગોએ મુલાકાત કરી હતી, જોકે આરોગ્ય વિભાગ ગામમાં નહીં પહોંચતા, મેરા ગુજરાતે અહેવાલ પ્રસિદ્ધ કરી, તંત્રના ધ્યાને વાત મુકી હતી. આ બાબાતે આરોગ્ય વિભાગે ગંભીર નોંધ લીધી અને જિલ્લાના લોકો તેમજ તેમના સ્વાસ્થ્યની ચિંતા કરી, તાત્કાલિક ટીમ મોકલી હતી.

દધાલિયા PHC ના મોતીપુરા ગામે ALM કામગીરી, તેમજ ઓઈલબોલ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પરમારની સૂચના પછી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, મેલેરિયા સુપરવાઈઝર દ્વારા ગામની મુલાકાત કરવામાં આવી હતી. આ સાથે જ જરૂર જણાય ત્યાં દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો. મેરા ગુજરાતનો ઉદ્દેશ્ય માત્ર તંત્રને ધ્યાને કોઈપણ પ્રકારની વાત પહોંચાડવાનો છે, જેથી જરૂરિયામંદ વ્યક્તિ સુધી લાભ, સહાય કે પછી મદદ પહોંચી શકે. મોડાસા તાલુકાના મોતીપુરા ગામે વરસાદ પછી ઠેર-ઠેર ગંદકી અને પાણી ભરાતા આરોગ્ય વિભાગની કામગીરીને લઇને અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો – http://sh028.global.temp.domains/~renewedm/MeraGujarat/news/37546/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!