જય અમિન/અંકિત ચૌહાણ
સરડોઈ ગામના સરપંચ શ્રીમતી ઉષાબા જયદત્તસિંહ પુવાર તથા પૂર્વ સરપંચ અને તત્વ કેમ્પસના ડાયરેક્ટર શ્રી જયદત્તસિંહજી રણવીરસિંહ પુવારની પુત્રી અને ડૉ. સંજયસિંહ ચાવડાની પુત્રવધુ કિન્નરી કુંવરબા વિશ્વજીતસિંહ ચાવડા” (B.E. એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ) ની ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) માં એન્વાયરમેન્ટ એન્જિનિયર તરીકે વરણી થતા સમગ્ર સરડોઈ ગામ તેમજ રાજપૂત સમાજમાં હર્ષની લાગણી પ્રસરી છે.
કિન્નરી કુંવરબાએ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમની વરણી બાદ તેઓએ ફરજ સંભાળી કામગીરીની શરૂઆત કરી છે.
કિન્નરી કુંવરબાના દાદા શ્રી રણવીરસિંહજી પુવાર (રીટાયર્ડ Dy.S.P.), ફોઈબા મનિષાબા પુવાર (પોલીસ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર), સરડોઈ ગામ પંચાયતના ઉપસરપંચ અમરતભાઈ વણકર, પંચાયતના સભ્યો તથા ગામના અગ્રણીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તત્વ કોલેજ પરિવાર તરફથી પણ કિન્નરી કુંવરબા ચાવડાને અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યા છે.






