34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines મહિસાગર પોલીસની માનવતાભરી કામગીરી : પરિવારને રાત્રીના સમયે મદદ કરી

મહિસાગર પોલીસની માનવતાભરી કામગીરી : પરિવારને રાત્રીના સમયે મદદ કરી

0
75

મહિસાગર જિલ્લામાં પોલીસ નાઈટ રાઉન્ડ દરમિયાન એક ઘટના માનવતાની મિસાલ બની હતી. પોલિસ વડા શફીન હસનના માર્ગદર્શન હેઠળ પોલિસ સતત પેટ્રિંગમાં હોય છે. આ વચ્ચે લુણાવાડા થી સંતરામપુર તરફ જતી પોલીસ ટીમે લુણાવાડાથી આશરે 10 કિલોમીટર દૂર રામ પટેલના મુવાડા નજીક હાઈવે પર રોડની સાઈડમાં બંધ હાલતમાં એક કાર જોતા શંકા આધારે તપાસ હાથ ધરી.

કાર પાસે પહોંચતા અંદર એક દંપતી અને દોઢ વર્ષનો નાનો દીકરો ગભરાયેલા હાલતમાં બેઠેલા જોવા મળ્યા. પોલીસએ તેમને સાંત્વના આપી રાત્રિના સૂમસામ વિસ્તારમાં આ રીતે કેમ બેઠેલા હોવાની પૂછપરછ કરી. પુછપરછ દરમિયાન પુરુષે પોતાનું નામ રાજુભાઈ બકાભાઈ મકવાણા હોવાનું જણાવતા કહ્યું કે, તેઓ પોતાની પત્ની અને દીકરા સાથે અમદાવાદ સ્થિત નર્સિંગ કોલેજમાં કામસર ગયા હતા. કામ પૂરે પાછા પોતાના ગામ ભંડોઈ પરત ફરતા હતા ત્યારે કારનું પેટ્રોલ ખૂટી જતાં તે રસ્તા પર બંધ પડી ગઈ હતી. મોબાઈલ સ્વીચ ઓફ હોવાને કારણે સંપર્ક કરી શક્યા નહોતા તેમજ પાસે રોકડ ન હોવાથી પેટ્રોલ ભરાવવાનું પણ સંભવ ન હતું. પત્ની અને બાળકને મૂકીને દૂર જવાનું જોખમ ન લેતા તેઓ વાહનમાં જ અટવાઈ રહ્યા હતા.

પરિસ્થિતિની ગંભીરતા સમજી ASI મહેન્દ્રભાઈ એ પરિવારને ત્યાં જ સુરક્ષિત રાખી, આશરે 10 કિમી દૂર ગોધર ગામ સ્થિત પેટ્રોલ પંપ પરથી સરકારી વાહન દ્વારા પેટ્રોલ લઈ આવ્યા. કારમાં પેટ્રોલ નાખીને તેને શરૂ કરી આપી તથા પરિવારને તેમના નિયત સ્થળ તરફ રવાના કર્યા હતા. આ અણધારી મુશ્કેલીમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી ત્વરિત મદદ બદલ પરિવારજનો દ્વારા મહિસાગર પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે પોલીસ માત્ર કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જ નહીં પરંતુ નાગરિકોની સુરક્ષા અને મદદ માટે પણ સદૈવ તત્પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!