38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : આરોગ્ય વિભાગ ની પાછળની બાજુ ખુલ્લી જગ્યામાં પાર્કિંગ તૈયાર થાય...

અરવલ્લી : આરોગ્ય વિભાગ ની પાછળની બાજુ ખુલ્લી જગ્યામાં પાર્કિંગ તૈયાર થાય તો! થોડા સમયે સાફ-સફાઈ ની ઝંઝટ બંધ થાય!

0
92

અંકિત ચૌહાણ/જય અમીન
દિવસે ને દિવસે પાર્કિંગની સમસ્યા વિકટ બની રહી છે. તે પછી શહેરી વિસ્તાર હોય, જાહેર માર્ગો હોય કે કોઈ પ્રવાસન સ્થળ હોય. એટલું જ નહીં હવે તો સરકારી કચેરીઓમાં પણ ગાડી ક્યાં મૂકી તેવા પ્રશ્નો ઊભા થતા હોય છે. કેટલીક વખતે એવું પણ બનતું હોય છે કે પાર્કિંગ હોવા છતાં પણ લોકો રસ્તા ઉપર પાર્કિંગ કરીને ચાલ્યા જતા હોય છે.

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં આવેલી પ્રાંત કચેરી ની સામે અને આરોગ્ય વિભાગ કચેરીની પાછળની બાજુ ઘણા વર્ષોથી ખુલ્લી જગ્યા છે. આ જગ્યામાં દર વર્ષે બિનજરૂરી વનસ્પતિ ઉગી જવાને કારણે સાફ-સફાઈ કરવામાં આવતી હોય છે. પણ જો, અહીં પાર્કિંગ બનાવી દેવામાં આવે તો રસ્તા વચ્ચે ઊભી રહેતી ગાડીઓ પણ સીધી ત્યાં પાર્કિંગ કરી શકાય. બીજી વાત એ પણ છે કે, દર વર્ષે અથવા તો થોડા સમયના અંતરે સાફ-સફાઈ કરવામાં આવે છે તે પણ કરવી ન પડે.

મોડાસા પ્રાંત કચેરીને આસપાસમાં રોડ ઉપર જ કેટલાક લોકો પાર્કિંગ કરીને ચાલ્યા જાય છે. આ સાથે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની કચેરીની પાછળ પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. અહીં રસ્તા ની બે બાજુ પાર્કિંગ કરી દેવામાં આવે છે, જેને કારણે અન્ય વાહન ચાલકને નીકળવું પણ કેટલીક વખત મુશ્કેલ બની જાય છે, જેથી પ્રાંત કચેરીની સામેની બાજુ ખુલ્લી જગ્યામાં પાર્કિંગ તૈયાર કરી દેવામાં આવે તો આ બધી સમસ્યાનો નિરાકરણ કદાચ આવી શકે એમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!