30.9 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત અરવલ્લી : શ્રી મોડાસીયા કડવા પાટીદાર સમાજ મોડાસા શહેર દ્વારા શરદપૂર્ણિમા ઉત્સવ...

અરવલ્લી : શ્રી મોડાસીયા કડવા પાટીદાર સમાજ મોડાસા શહેર દ્વારા શરદપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

0
88

અરવલ્લી જિલ્લામાં શરદ પૂર્ણિમાના રોજ શ્રી મોડાસીયા કડવા પાટીદાર સમાજ મોડાસા શહેર દ્વારા શરદપૂર્ણિમા ઉત્સવ નું કડવા પાટીદાર બોર્ડિંગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં રહેતા સમાજ ના પરીવાર ખુબ ઉત્સાહથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદ નો લાભ લઇ તથા રાસ ગરબા રમઝટ બોલાવી હતી….

આવનાર મહેમાનોની સરભરા માટે ભોજન પ્રસાદ તથા બેઠક વ્યવસ્થા અને ગરબે રમવા માટે કોઈ અગવડ પડે નહીં તેની તકેદારી રાખી આયોજકો દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું…પબ્લિક માં ઉત્સાહ જળવાઈ રહે તે માટે લકી ડ્રો પણ રાખવામાં આવ્યો હતો…પાસ સમિતિ રસોડા સમિતિ તથા મંડપ સમિતિ ના સભ્યો એ જહેમત ઉઠાવી ખુબ સુંદર આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!