અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારે હવે હદ વટાવી દીધી છે, જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ની જ બૂમો ઉઠવા લાગી છે, મેઘરજ હોય કે ભિલોડા, મોડાસા હોય કે માલપુર જિલ્લા કલેક્ટર કચેરીએ કોઈક ન કોઈક રીતે રજૂઆતો થતી જ હોય છે. પણ હવે અરવલ્લી જિલ્લાની વિવિધ સિટી સર્વે કચેરીઓ ચર્ચાઓમાં આવી છે. તલાટીઓ પાસેથી મિલકતની નોંધ કરવાની જવબાદારી છીનવીને સિટી સર્વેને સોંપવામાં આવતા, હવે અરજદારો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. મોડાસા જિલ્લા સેવા સદનમાં મિલતકની નોંધણી કરવવા માટે જાણે યુદ્ધ લડવું પડે તેવી જહેમત ઉઠાવવી પડે છે.
કેમ આમ થાય છે, તે પણ જાણવું જરૂરી
જ્યારે અરજદાર નોંધણી માટે જાય ત્યારે કચેરીથી યોગ્ય જવાબ ન મળતા, અરજદારો મૂંજવણાં મુકાય છે. જેટલીવાર ફોર્મ ભરીને જમા કરાવવા માટે જાય જ્યારે કોઈક ને કોઈક રીતે પાછા મોકલવામાં આવે અને કહેવામાં આવે કે, આ નથી, તે નથી. બીજું કે, મૂળ માલિકથી દસ્તાવેજ માંગમાં આવે, અને અન્ય કેટલાક જરૂરી દસ્તાવેજો માંગવામાં આવે છે, જેને લઇને અરજદારોને આડકતરી રીતે વહીવટ માટે દબાણ થાય છે. કેટલાક એજન્ટ અહીં ફરતા હોય છે, જો તેમની પાસે કામ કરાવાય તો ફટાફટ કામ થઈ જતું હોવાની બૂમો ઉઠવા લાગી છે.
અરવલ્લી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ કોઈ ડમી અરજદાર મોકલીને સત્યતાની પરખ કરવી જોઈએ, જેથી મોડાસા તેમજ જિલ્લાની અન્ય સિટી સર્વે કચેરીઓમાં શું ચાલે છે, જેનાથી વાકેફ થઈ શકાય. બાકી તો અધિકારીઓના પાપે અરજદારોને તો ધક્કા ખાઈને મરો જ થવાનો છે, તે વાત નક્કી જ છે. અહીંની નેતાગીરી પણ મજબૂત ન હોવાથી લોકોના કામ થતાં નથી. જે નેતાઓ વોટ માંગવા આવે છે, તેઓ હવે ફરકતા જ નથી.






