30 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : SOGએ ડોક્ટરની હત્યામાં સજા ભોગવી,મોડાસામાં વધુ લૂંટની ઘટનાને અંજામ...

અરવલ્લી : SOGએ ડોક્ટરની હત્યામાં સજા ભોગવી,મોડાસામાં વધુ લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા આરોપીને દબોચ્યો

0
56

અલહાયત સોસાયટીમાં ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી કોલેજ રોડ પર શંકાસ્પદ હાલતમાં ફરતાં રૂપેન્દ્રસિંહ સુર લોકોની સતર્કતાથી ઝડપાયો
SOG પોલીસને બગાસું ખાતા પતાશું ખાવા મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર વણઉકેલ્યા ગુન્હાઓનો ભેદ ઝડપથી ઉકેલી રહી છે SOG પોલીસે એનડીપીએસના કેસ શોધી કાઢી નશાના કાળા બજારીઓ પર તવાઈ બોલાવી છે મોડાસા શહેરમાં વહેલી સવારે પેટ્રોલીંગ કરતી SOGની ટીમે અમદાવાદ નરોડાના ખૂંખાર આરોપીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. રૂપેન્દ્રસિંહ સુર ડોક્ટરની હત્યા કરી લૂંટના ગુન્હામાં 14 વર્ષની સજા ભોગવ્યા પછી પણ ચોરી-લૂંટના ગુન્હાને અંજામ આપાવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો મુંબઈનો સાગરિત શશપાલ કલાની ફરાર થઈ જતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અમદાવાદ નરોડાના આશિર્વાદ એવન્યુમાં રહેતો રૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનુ ગુરમીતસીંગ સૂર તેના મુંબઈના થાણેમાં રહેતા સાગરિત શશપાલ તારાસિંગ કલાની સાથે ગુરૂવારની રાત્રે મોડાસા શહેરમાં આવેલી અલહાયત સોસાયટીમાં યાસીનખાન પઠાણના ઘરે ત્રાટકી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી વધુ કોઇ ઘર કે દુકાનને નિશાન બનાવવા વહેલી સવારે કોલેજ રોડ પર લોકોને શંકાસ્પદ હાલતમાં જોવા મળતા રૂપેન્દ્રસિંહ સુરને ઘેરી લીધો હતો લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા

અરવલ્લી SOG પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે મોડાસા શહેરમાં પેટ્રોલીંગમાં કોલેજ રોડ પર પહોંચતા લોકોએ ઝડપી પાડેલ રૂપેન્દ્રસિંહ સુર પાસેથી થેલો મળી આવતા એસઓજી ઓફીસ લાવી સઘન પૂછપરછ કરતા ડોક્ટરની હત્યા અને લૂંટમાં 14 વર્ષ સજા ભોગવી ચૂક્યો હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસે તેની પાસેથી ચોરી-લૂંટ કરવા માટેના હથિયાર અને સોનાના દાગીના અને ચોરી-લૂંટ દરિમયાન ભૂખ લાગતો બિસ્કિટ અને પાણીની બોટલ,સીસીટીવી કેમેરા ઢાંકવા કાપડના ટૂકડા અને બુકાની માટે કપડાં મળી આવ્યા હતા તેને તેના સાથી
શશપાલ કલાની સાથે મળી અલહાયત સોસાયટીમાં ઘરફોડ ચોરી કરી હોવાનું અને તેમજ ગાંધીનગર સેક્ટર-21માંથી બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી મોડાસા શહેરમાં ચોરી કરવા માટે કાર લઈને આવ્યા હોવાનું જણાવતા પોલીસે કાર જપ્ત કરી કુલ.રૂ.2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રૂપેન્દ્રસિંહ સુરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ખૂંખાર આરોપી ચોરી-લૂંટ વધુ ઘટનાને વધુ અંજામ આપે તે પહેલા લોકોની સતર્કતાથી એસઓજી પોલીસની પકડમાં આવી ગયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!