અરવલ્લી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ : શામળાજી તાલુકામાં મંત્રી પી.સી.બરંડા ઉપસ્થિત રહ્યા

0
29

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં રાજ્ય સરકારના મહત્ત્વાકાંક્ષી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન-2026 અંતર્ગત રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા (આદિજાતિ વિકાસ, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા) ની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંત્રી એ ભિલોડા તાલુકાના દેવમોરી, હિંમતપુર અને વાઘપુર ગામોની શાળાઓની મુલાકાત લઈને નવપ્રવેશિત વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો તેમજ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી ઉજ્જવળ શૈક્ષણિક જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મંત્રી એ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને શાળાઓમાં 100 ટકા પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વાલીઓને પોતાના બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલી શિક્ષણ સાથે જોડાયેલા રહેવા અપીલ કરવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here