એલોન મસ્કને મોટો ઝટકો લાગ્યો, હવે તે અબજોપતિ નથી રહ્યા! એક જ દિવસમાં ૧૪૬ અબજ ડોલર ગુમાવ્યા

0
6

સોમવારે, એલોન મસ્કે વોરેન બફેટની આજીવન કમાણી (૧૪૬ અબજ ડોલર) કરતાં વધુ ગુમાવ્યું. મંગળવારે મસ્કને ૧૧૮ અબજ ડોલરનું નુકસાન થયું. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની સંપત્તિ હવે ઘટીને ૯૫૭ અબજ ડોલર થઈ ગઈ છે, જ્યારે એશિયાના નંબર ૧ સૌથી ધનિક વ્યક્તિની કુલ સંપત્તિ માત્ર ૧૧૭ અબજ ડોલર છે.

નોંધનીય છે કે સ્પેસએક્સના આઈપીઓએ એલોન મસ્કના અબજોપતિથી ટ્રિલિયનપતિ બનવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ સ્પેસએક્સના આશરે ૪.૭૬ અબજ ડોલરના શેર ધરાવે છે. મસ્કની સંપત્તિમાં આ વિસ્ફોટક વધારો સ્પેસએક્સના ઐતિહાસિક ૭૫ અબજ ડોલરના આઈપીઓ પછી થયો હતો. કંપનીનું મૂલ્યાંકન ૨ ટ્રિલિયન ડોલરને વટાવી ગયું, એક દિવસમાં મસ્કની કુલ સંપત્તિમાં સેંકડો અબજ ડોલરનો ઉમેરો થયો. એક સમયે, મસ્કની કુલ સંપત્તિ ૧.૨૭ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગઈ.

એલોન મસ્કની સંપત્તિમાં કેમ ઘટાડો થયો
સોમવારે સ્પેસએક્સના શેર ૧૬.૪૩% ઘટીને $૧૫૪.૬૦ પર બંધ થયા. મસ્ક પાસે સ્પેસએક્સના આશરે ૪.૭૬ અબજ શેર છે. આના પરિણામે તેમની કુલ સંપત્તિમાં $૧૫૨ અબજ (₹૧૪.૩૮ લાખ કરોડ)નો ઘટાડો થયો.

મસ્ક હજુ પણ આ દેશો કરતા વધુ ધનવાન !!
મસ્ક હજુ પણ તાઇવાન ($૯૭૬.૭૨ અબજ), આયર્લેન્ડ ($૭૭૯.૩૮ અબજ), બેલ્જિયમ ($૭૭૬.૭૩ અબજ), સ્વીડન ($૭૬૦.૪૮ અબજ), ઇઝરાયલ ($૭૧૯.૮૫ અબજ) અને આર્જેન્ટિના ($૬૮૮.૩૮ અબજ) જેવા દેશો કરતા વધુ ધનવાન છે. તેમની સંયુક્ત નેટવર્થ આ દેશોના જીડીપી કરતાં વધુ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here