અરવલ્લીના ધનસુરા તાલુકાના વડાગામના યુવક સાથે લીવ ઇનમાં રહેતી યુવતીનું પાન પાર્લરની દુકાન પરથી તેના પિતા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ કાર લઈ ફિલ્મીઢબે ધસી આવી ગણતરીના સેકન્ડોમાં અપહરણ કરી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી યુવતીએ અપહરણકારોથી બચવા માટે બૂમો પાડી રહી હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી યુવતી સાથે લીવ ઇનમાં રહેતા યુવકે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ હતી યુવતીની અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે કાર નંબરના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
ધનસુરાના વડાગામમાં રહેતા જીત અલ્પેશ પટેલ નામના યુવકને બે વર્ષ અગાઉ નડિયાદની નેન્સી દિલીપભાઈ પ્રજાપતિ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા યુવક યુવતીએ લગ્ન માટે બંનેના પરિવારજનોને વાત કરી હતી જોકે યુવતીના પરિવારજનોને લગ્ન માટે ઇન્કાર કરી દેતા બંને મૈત્રી કરાર કરી અલગ અલગ રહ્યા બાદ થોડા સમય અગાઉ યુવતી યુવકના ઘરે રહેવા આવી ગઈ હતી યુવતી ગુમ થઈ જતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા
સોમવારે યુવક તેના પિતા સાથે ખેતીકામ માટે જતા તેના ઘર પાછળ આવેલ પાન પાર્લર પર યુવતી બેઠી હતી ત્યારે કારમાં યુવતીના પિતા દિલીપ નારાયણ પ્રજાપતિ અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે વડાગામ ધસી આવી યુવતી કઈ સમજે તે પહેલા પાન પાર્લરમાંથી જબરજસ્તીથી ઉઠાવી અપહરણ કરી ફરાર થઈ જતા યુવકની માતા હોંફાળી ફોંફાળી બની સમગ્ર ઘટના અંગે યુવકને ફોન કરતા યુવક તેના પિતા સાથે ઘરે દોડી આવ્યો હતો અને પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારમાં શોધખોળ હાથધરી હતી પરંતુ અપહૃત યુવતીનો કોઈ અતો પતો ન લાગતા યુવકે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીના પિતા દિલીપ નારાયણ પ્રજાપતિ (રહે,નડિયાદ) સહિત અન્ય ત્રણ અજાણ્યા સખ્શો સામે અપહરણનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

