અરવલ્લી : SOGએ વોન્ટેડ ઢોર ચોર, પેરોલ ફર્લોએ બુટલેગર અને LCBએ દારૂ ભરેલી કાર સાથે એકને દબોચ્યો

- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અને વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ સતત દોડી રહી છે જીલ્લા એસઓજી પોલીસે આલમપુર નજીકથી નવી બસ્તી રાણાસૈયદના કુખ્યાત ઢોર ચોરને ઉઠાવી લીધો હતો જીલ્લા એસલીબી પોલીસે ઇસરી પોલીસ સ્ટેશનના કદવાડા ગામ પાસેથી 3.68 લાખના દારૂ સાથે અમદાવાદના બુટલેગર ને ઝડપી લીધો હતો પેરોલ ફર્લો ટીમે માલપુર ટોલટેક્ષ પાસે ઉભેલા રાજસ્થાન માંડલીના એક વર્ષથી માલપુર પોલીસને ચકમો આપનાર બુટલેગરને દબોચી લીધો હતો

અરવલ્લી એસઓજી પીઆઈ પ્રકાશ ચૌધરી અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા પાટણના સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પશુ ચોરીના ગુન્હાના છેલ્લા એક વર્ષથી ફરાર અને ઉત્તર ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનમાં પશુ ચોરીના ગુન્હાના સંડોવાયેલ જીસાન હમીદ શેખ (રહે,નવી બસ્તી રાણાસૈયદ) આરોપી આલમપુર પાટિયા નજીક ઉભો હોવાની બાતમી મળતા તાબડતોબ બાતમી સ્થળે પહોંચી જીસાન શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી સિદ્ધપુર પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ એમ.એચ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે ઇસરી પોલીસ સ્ટેશનના પાલ્લા કદવાડા ગામ નજીક વાઘપુરથી મેઘરજ રોડ પર વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા રાજસ્થાનથી દારૂ ભરી હોન્ડા ઝાઝ કાર મોડાસા તરફ આવી રહી હોવાની બાતમી મળતા નાકાબંધી કરી બાતમી આધારિત કારને અટકાવી ચેક કરતા કારમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન નંગ-૧૩૬૭ કિં.રૂ.૩.૬૮ મળી કુલ.રૂ.૮.૭૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક બુટલેગર શાહબાઝ ગની શેખ (રહે,મધુબેનની ચાલી,બહેરામપુરા-અમદાવાદ)ને જેલમાં ધકેલી દઈ ઇસરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો ટીમે માલપુર પોલીસ મથકના વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા એક વર્ષ અગાઉ માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની ખેપ મારનાર બુટલેગર અરજણ ભીખા ડામોર (રહે,માંડલી-રાજ) માલપુર ટોલપ્લાઝા નજીક ઉભો હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો ટીમ તાબડતોબ માલપુર ટોલટેક્સ પહોંચી અરજણ ડામોરને ઝડપી પાડી માલપુર પોલીસને સોંપી દીધો હતો


- Advertisement -spot_imgspot_img
Latest news
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here