ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થઈ રહી છે બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતી અણસોલ ચેકપોસ્ટ પરથી છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂની હેરાફેરી નહિવત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી ટ્રકમાં એસીના માલસામાનની આડમાં ઘૂસાડાતો 15.54 લાખના દારૂ સાથે 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક ખેપિયાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ટ્રકમાં સાહિલ પુનિયા નામના બુટલેગરે દારૂ ભરી આપ્યો હતો જે અમદાવાદ તેના સાગરીતને પહોંચાડવાનો હોવાનો પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું
અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શામળાજી પીએસઆઈ માલ અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને અડીને આવેલી અણસોલ ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા ટ્રકમાં એસીના સ્પેરપાર્ટના બોક્સની પાછળ મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલો હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારિત ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી એસી પાર્ટસના ભારેભરખ બોક્સની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-7284 જેની કિં.રૂ .1854696/- જપ્ત કરી ટ્રક ચાલક સુનિલ રાજપાલ જાટ (રહે,સરલ,ભિવાની-હરિયાણા)ને દબોચી લઈ વિદેશી
દારૂ , 1.23 કરોડના એસી સ્પેરપાર્ટ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ.રૂ.1.51 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર સાહિલ પુનિયા અને અમદાવાદ ખાતેના તેના સાગરીત વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા





