31.7 C
Gujarat
Friday, July 10, 2026
Home ગુજરાત અરવલ્લી : 11 જુલાઈએ જિલ્લા અને તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત, ઇ-ચલણ...

અરવલ્લી : 11 જુલાઈએ જિલ્લા અને તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત, ઇ-ચલણ સહિત વિવિધ પ્રકારના કેસોનો થશે નિકાલ

0
102

ટ્રાફિક ઇ-મેમો ભરવાની પણ મળશે તક, પક્ષકારોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની અપીલ

મોડાસા, પ્રતિનિધિ: નામદાર નાલ્સાના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ અંતર્ગત તથા નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી-મોડાસા દ્વારા તા. 11 જુલાઈ, 2026 (શનિવાર) ના રોજ અરવલ્લી જિલ્લા ન્યાયાલય સંકુલ તેમજ જિલ્લાના તમામ તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લોક અદાલતમાં ફોજદારી સમાધાનલાયક કેસો, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસો, નાણાંની વસુલાતના કેસો, વાહન અકસ્માત વળતરના કેસો, શ્રમ વિવાદો, વીજળી અને પાણીના બિલને લગતા સમાધાનપાત્ર કેસો, લગ્ન સંબંધિત (છૂટાછેડાના કેસો સિવાય) કેસો, જમીન સંપાદનના કેસો, નોકરી સંબંધિત પગાર, ભથ્થાં અને નિવૃત્તિ લાભોના કેસો, મહેસૂલ સંબંધિત કેસો તેમજ ભાડું, સુખાધિકાર, મનાઈહુકમ અને વિશિષ્ટ પાલન સહિતના વિવિધ સિવિલ કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવશે.

આ ઉપરાંત આ રાષ્ટ્રીય લોક અદાલતમાં ટ્રાફિક ઇ-ચલણ (ઇ-મેમો) નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જાહેર જનતા પોતાના બાકી રહેલા ટ્રાફિક ઇ-મેમો આ લોક અદાલત દરમિયાન ભરી શકશે.

ઇ-મેમોના દંડની રકમ રોકડમાં ભરવા માટે અરજદારો નેત્રમ શાખા, એ-વિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, પોલીસ અધિક્ષક કચેરી, મોડાસાનો સંપર્ક કરી શકશે. જ્યારે ઓનલાઇન દંડ ભરવા માટે રાજ્ય સરકાર અને પરિવહન વિભાગના અધિકૃત ઇ-ચલણ પોર્ટલનો ઉપયોગ કરી શકાશે.

ઇ-ચલણ અંગે વધુ માહિતી માટે ટેલિફોન નં. 02774-250118, મોબાઇલ નં. 6359628428 અથવા ઈ-મેઇલ : ccc-arv@gujarat.gov.in પર સંપર્ક કરી શકાય છે.

અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે પક્ષકારો અને વકીલોને તેમના કેસો રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકીને સમાધાન દ્વારા ઝડપી અને સરળ ન્યાય મેળવવાનો લાભ લેવા અપીલ કરી છે.  વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી-મોડાસા (02774-250097) ઉપરાંત મોડાસા, ભિલોડા, બાયડ, મેઘરજ, માલપુર અને ધનસુરા તાલુકા કાનૂની સેવા સમિતિઓનો પણ સંપર્ક કરી શકાય છે.

તાલુકા કાનૂની સેવા સમિતી, મોડાસા – ૦૨૭૭૪-૨૫૦૦૮૬
તાલુકા કાનૂની સેવા સમિતી, ભિલોડા – ૦૨૭૭૧-૨૩૪૧૦૨
તાલુકા કાનૂની સેવા સમિતી, બાયડ – ૦૨૭૭૯-૨૨૦૨૫૩
તાલુકા કાનૂની સેવા સમિતી, મેઘરજ – ૦૨૭૭૩-૨૪૪૨૦૧
તાલુકા કાનૂની સેવા સમિતી, માલપુર – ૦૨૭૭૩-૨૨૩૨૬૧
તાલુકા કાનૂની સેવા સમિતી, ધનસુરા – ૦૨૭૭૪-૨૨૪૧૨૫

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!