વધુ એક યુવક અને બળદને કપિરાજે બચકા ભર્યા , બે કપિરાજ હડકવાગ્રસ્ત..!!
મહિલાઓ,વૃદ્ધો અને બાળકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર
મોડાસાના ડુઘરવાડા ગામમાં બે કપિરાજનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે ભૂરાંટા બનેલા કપિરાજે વધુ એક મહિલા અને બળદને કરડતા ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ગામલોકો વાનરના આતંકથી બચવા લાકડાનાં દંડા સાથે ઘરની બહાર નીકળી રહ્યા છે વન વિભાગની બે ટીમ સતત બે દિવસથી ગામમાં ધામા નાખી કપિરાજને પાંજરે પૂરવા પ્રયત્નો હાથધર્યા છે ગામલોકો સામૂહિક ગામમાં દંડા સાથે વાનરોને ભગાડવા મથામણ કરી રહ્યા છે
ડુઘરવાડા ગામમાં એકથી વધુ કપિરાજને હડકવાની અસર થતા છ લોકોને બચકા ભરી લોહી લુહાણ કરી મૂકતા સમગ્ર વિસ્તારમાં કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે મહિલાઓ , વૃદ્ઘો અને બાળકો ઘરની અંદર પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે ગામલોકો સ્વરક્ષણ માટે હાથમાં લાકડીઓ લઈને ગામમાં ફરી રહ્યા છે અને લોકોને વાનરોથી સતર્ક રહેવા જણાવી રહ્યા છે વનવિભાગની ટીમો ડુઘરવાડા ગામમાં બે દિવસથી પાંજરું અને નેટની મદદથી કપિરાજને પકડવા પ્રયત્નો હાથધર્યા છે જોકે હજુ સુધી વન વિભાગની ટીમોને કપિરાજ ચકમો આપી રહ્યો છે હડકવા ગ્રસ્ત બે કપિરાજ હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે કપિરાજ અચાનક પાછળથી હુમલો કરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યા છે






