અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાની સખ્ત સૂચનાને પગલે પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રકમાં પ્લાયવુડ બોક્ષની આડમાં સંતાડીને ઘુસાડતા 8.72 લાખના દારૂ સહિત 18.80 લાખનો શરાબ જપ્ત કર્યો હતો ટ્રક ચાલક ખેપિયો ટ્રક રોડ સાઈડ ટ્રક મૂકી પોલીસની આંખો સામે અંધારામાં ટ્રાફિકમાં ઓગળી ગયો હતો
શામળાજી PI એસ.એસ.માલ અને તેમની ટીમે અણસોલ ચેક પોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોના ચેકિંગ દરમિયાન ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરી ગુજરાતમાં ડિલિવરી આપવા નીકળ્યો હોવાની સજ્જડ બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી દીધી હતી બાતમી આધારિત ટ્રક આવતા પોલીસે ટ્રકને અટકાવવાનો પ્રયત્ન કરતા ટ્રક ચાલક ટ્રક રોડ સાઈડ મૂકી અંધારામાં ફરાર થઈ જતા પોલીસે ટ્રકની અંદર પ્લાયવુડના બોક્ષની આડમાં સંતાડેલ વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-4824 કિં.રૂ.812112/- તેમજ પ્લાયવુડના બોક્ષ અને ટ્રક મળી કુલ.રૂ.18.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે






