27.2 C
Gujarat
Thursday, July 23, 2026
Home HeadLines અરવલ્લી SOGએ અમલાઈ રોડ પરથી લોકોના આરોગ્ય સાથે રમત રમતા પેટી ડોક્ટરને...

અરવલ્લી SOGએ અમલાઈ રોડ પરથી લોકોના આરોગ્ય સાથે રમત રમતા પેટી ડોક્ટરને દબોચ્યો

0
8

અરવલ્લીમાં એક હજાર જેટલા નકલી તબીબોનો રાફડો!!!

અરવલ્લી જીલ્લામાં ઝોલા છાપ ડોકટરોનો રાફડો ફાટ્યો છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બની બેઠેલા નકલી તબીબો બિંદાસ્ત લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે જીલ્લા એસઓજી પોલીસે મોડાસાના સાકરીયા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માં પેટી ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અબ્બાસ નૂરખા વણઝારા નામના નકલી તબીબની અટકયાત કરી દવાઓ, મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અરવલ્લી એસઓજી પીઆઈ પ્રકાશ ચૌધરી અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરતા સાકરીયા,બોરડી કંપા,અમલાઈ અને આજુબાજુના વિસ્તારમાં અબ્બાસ નૂરખા વણઝારા (રહે,અમલાઈ-મોડાસા ) નામનો શખ્સ લોકોને તબીબ હોવાનું જણાવી પેટીમાં દવાઓનો જથ્થો રાખી ઘરે ઘરે સારવાર કરતો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે અમલાઈ રોડ પર વોચ ગોઠવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા નીકળેલ અબ્બાસ વણઝારાને દબોચી લઈ તેની પાસેથી દવાઓનો જથ્થો અને મેડિકલ સાધનો મળી કુલ.રૂ.4269/-નો મુદ્દામાલ જપ્ત કરી નકલી તબીબ સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ-419 તથા ધ ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ-30 મુજબ ગુન્હો નોંધાવી આગળની તપાસ મોડાસા રૂરલ પોલીસને સુપ્રત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!