30.2 C
Gujarat
Monday, July 27, 2026
Home HeadLines અમેરિકાના સિયાટલમાં ફૂડ ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર, 2નાં મોત, બાળક સહિત 5 ઘાયલ

અમેરિકાના સિયાટલમાં ફૂડ ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર, 2નાં મોત, બાળક સહિત 5 ઘાયલ

0
6
Image Credit - https://x.com/Vershasingh26/status/2081583808919572551

અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના સિયાટલ શહેરમાં યોજાયેલા લોકપ્રિય ‘બાઇટ ઓફ સિયાટલ’ ફૂડ ફેસ્ટિવલ દરમિયાન અચાનક થયેલા ગોળીબારમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે બે વર્ષના બાળક સહિત પાંચ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના શહેરના જાણીતા સ્પેસ નીડલ નજીક બની હતી.

મળતી માહિતી મુજબ, સ્થાનિક સમય અનુસાર રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે અચાનક ગોળીબાર શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં લોકોને ફટાકડાના અવાજ હોવાનું લાગ્યું, પરંતુ થોડી જ ક્ષણોમાં લોકો ઇજાગ્રસ્ત થતા નાસભાગ મચી ગઈ. હજારો લોકો જીવ બચાવવા માટે આસપાસની દુકાનો અને ઇમારતોમાં આશરો લેવા દોડી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સિયાટલ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

ઘાયલોમાં બે વર્ષનું બાળક, 23 વર્ષનો એક યુવક તેમજ અન્ય પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે. તેમાં એક મહિલાની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે, જ્યારે અન્ય તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે.

પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ઘટનાની તપાસ શરૂ કરી છે. ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ અને આરોપી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!