27.3 C
Gujarat
Sunday, August 16, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : મોડાસા સરસ્વતી બાલમંદિરમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

અરવલ્લી : મોડાસા સરસ્વતી બાલમંદિરમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

0
136

મોડાસાની સાત દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શ્રી સરસ્વતી બાલમંદિર મંડળ સંચાલિત વી.એસ. શાહ પ્રાથમિક શાળા, ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ અને સરસ્વતી યોગ ક્લાસના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

જે.ડી. ગ્રુપના મોભી હસમુખભાઈ શેઠના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વંદે માતરમ્ અને રાષ્ટ્રગાનના ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાતફેરી તથા ઝંડા રેલી યોજાતા સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો.

સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ જોશીની અધ્યક્ષતામાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિપૂર્ણ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. ખાસ કરીને ‘ઓપરેશન સિંદૂર’ અને માં તુજે સલામ’ની થીમ આધારિત નાટક અને નૃત્ય પ્રસ્તુતિએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે હસમુખભાઈ શેઠે સંસ્થાના સાત દાયકાના શૈક્ષણિક યોગદાનને બિરદાવ્યું હતું. પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી નીરજભાઈ શેઠે પોતાના જીવનઘડતરમાં સંસ્થાના યોગદાનને યાદ કર્યું હતું. સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, “આજના બાળકો આવતીકાલના દેશનું ભવિષ્ય છે. બાળકોને જે સંસ્કાર અને વાતાવરણ મળશે તેના આધારે ભાવિ ભારતનું નિર્માણ થશે.”

કાર્યક્રમમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ વનિતાબેન પટેલ, જાયન્ટ્સ મોડાસાના પ્રમુખ અમરીશ પંડ્યા, મંત્રી વિનોદ ભાવસાર, સૈયર ગ્રુપના શર્મિષ્ઠાબેન દરજી સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું આયોજન આચાર્ય રક્ષાબેન ઉપાધ્યાય, કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ તથા સમગ્ર શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!