અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની કડક અમલવારી માટે પોલીસને સખ્ત સૂચનાને પગલે પોલીસતંત્ર સઘન પેટ્રોલિંગ હાથધરી વોન્ટેડ આરોપીઓ અને અસામાજીક તત્ત્વોને ઝડપી પાડી જેલના હવાલે કરી રહી છે
મોડાસા ટાઉન PI રોહિત ચૌધરી અને તેમની ટીમે શહેરમાં પેટ્રોલિંગ હાથધરી ગુન્હા આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા મહેસાણા જીલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશન અને સાબરકાંઠા જીલ્લાના તલોદ પોલીસ સ્ટેશનમાં ચોરી અને પશુ અત્યાચારના ગુન્હામાં સંડોવાયેલ અને બંને જીલ્લા પોલીસ પકડથી દૂર રહેલો સરફરાજ ઇકબાલ ઉર્ફે ઇતવાલ વણઝારા (રહે,ચાંદટેકરી) રાણાસૈયદ ચોકડી નજીક ટહેલતો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ રાણાસૈયદ ચોકડી પહોંચી સરફરાઝ વણઝારાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા SOG પીઆઈ પ્રકાશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીદારો સક્રિય કરી તપાસ હાથધરતા મેઘરજ બજારમાં આવેલ ધરમચંદ સીતારામ (પૂજાપાવાળા) નામની દુકાનમાં ગેરકાયદેસર ફટાકડા સંગ્રહ કરી વેચાણ કરવામાં આવતા હોવાની બાતમી મળતા એસઓજીની ટીમે બાતમી આધારિત પૂજાપાની દુકાનમાં રેડ કરતા લાયસન્સ વગર ગેરકાયદેસર ફટાકડાનો ૯૩.૩૩ કિગ્રા જથ્થો મળી આવતા પોલીસે ૨૦ હજારથી વધુના ફટાકડા જપ્ત કરી દુકાનદાર મુકેશ ધરમચંદ
જૈન (રહે,પંચવટી સોસાયટી,મેઘરજ)ને ઝડપી પાડી મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવી આગળની કાર્યવાહી તેજ કરી હતી





