અરવલ્લી જીલ્લાના શામળાજી તાલુકાના રૂદરડી ગામ નજીક રોડ પરથી પસાર થઇ બાઈકને પાછળથી ટક્કર મારતા યુવકનુ મોત નીપજ્યું હતું બાઈક ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અન્ય એક અકસ્માતમાં ખારી બ્રિજ ઉપર ટ્રક પાછળ કાર ઘૂસી જતા કાર ચાલકના સ્થળ પર પ્રાણપંખેરુ ઉડી ગયું હતું અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો શામળાજી પોલીસે બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અમદાવાદ-શામળાજી નજીક રૂદરડી ગામ નજીક પાદર મહુડી થી ભિલોડા એસટી બસ ચાલકે રોડ પર બસ પુરઝડપે ગફલતભરી રીતે હંકારી આગળ જતી બાઇકને ધડકાભેર ટક્કર મારતા બાઈક ચાલક અને પાછળ બેઠેલ યુવક રોડ પર પટાકતા કિશન નામના યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું હતું બાઈક ચાલક રણજીત ભવાનભાઈ ખાંટના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો શામળાજી પોલીસે રણજીત ભવાનભાઈ ખાંટ (રહે, રવેચી સોસાયટી, નવા વસ્ત્રાલ અમદાવાદ અને મુળ રહે,નવા વેણપુર)ની ફરિયાદના આધારે અજાણ્યા એસટી બસ ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે પર ખારી બ્રિજ પરથી પસાર થતા કાર ચાલકે આગળ જઈ રહેલ ટ્રક પાછળ કાર ધડકાભેર અથડાવી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારના આગળના ભાગનો કડુચલો નીકળો ગયો હતો કાર ચાલક દિપક નરેશભાઈ પટેલના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું કારમાં સવાર અન્ય યુવક સુનિલ ટંકારામ છત્રીના શરીરે ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોને ઈજાગ્રસ્તને સારવાર અર્થે મોકલી આપ્યો હતો શામળાજી પોલીસ સ્થળ પર પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે





